Rajkot News : રાજકોટમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાવવા પોલીસ મક્કમ બની છે. ટ્રાફિકની સ્પેશિયલ ડ્રાઈવમાં પોલીસની ઉત્તમ કામગીરી સામે આવી છે. ભાજપના કાર્યકરની ગાડી રાજકોટ પોલીસે ડિટેન કરી છે. કાળા કાચ અને નંબર પ્લેટ ન હોવાના કારણે પોલીસે ભાજપના કાર્યકર્તાની ગાડી ડિટેન કરી હતી. ટ્રાફિક DCP પૂજા યાદવે નેતા વિરુદ્ધ કરી કડક કાર્યવાહી કરી છે. કાર છોડાવવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિતનાએ રજૂઆત કરી હતી, છતાં રાજકોટ પોલીસે મક્કમ બનીને કાર્યવાહી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતા ભાજપના કાર્યકર્તાને પોલીસે પાઠ ભણાવ્યા. કિસાન પરા ચોકમાં ભાજપના એક કાર્યકર્તાની કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર પોલીસે પકડી હતી. ખુદ ટ્રાફિક ડીસીપી હોવાથી કાર ડિટેઇન કરવામાં આવી હતી. જોકે, પોલીસની આ કાર્યવાહીથી ભાજપના કાર્યકર્તાએ રોષે ભરાયા હતા. એક કાર્યકર્તાની કાર છોડાવવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. 


બનાસકાંઠા બન્યું રાજકારણનું એપીસેન્ટર : ઠાકોર-ચૌધરી નેતાઓ કેમ સામસામે પડ્યા?


ભાજપના કાર્યકર્તાઓએ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે હાજર દંડ લઈ લેવા દબાણ પણ કર્યું. જો કે રાજકોટ પોલીસ ટસ ના મસ ન થઈ. પોલીસે ડિટેઇન કરીને કાર ટોઇંગ કરી હતી. ભાજપના કાર્યકર્તાઓએ કાર છોડાવવા માટે રાજકીય ભલામણોનો ધોધ વરસાવ્યો હતો. સમગ્ર ઘટના ક્રમના વીડિયો સામે આવ્યો છે. આ બાદ ટ્રાફિક એસીપી જે.બી ગઢવી કહ્યું કે, નિયમો બધા માટે સરખા છે.


ભાજપના નેતાઓને શરમ ન આવી
ત્યારે સવાલ એ છે શું ભાજપના કાર્યકર્તાઓને નિયમો લાગુ પડતા નથી? શું એ ભાજપનો કાર્યકર્તા છે તો તેને છોડી દેવાનો. રાજકોટ અગ્નિકાંડ બાદ એક નેતા મદદ માટે ફરક્યા નહિ, પરંતું બીજી તરફ એક કાર્યકર્તાની કાર છોડાવવા ઢગલાબંધ નેતાઓ મદદે આવ્યા હતા. શું શિસ્તબદ્ધ પાર્ટી ભાજપ પોતાના નેતાઓને આ શીખવાડે છે. આવામાં શિસ્તબદ્ધ પાર્ટીની શિસ્તતા ક્યાં ગઈ?


ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલ