રક્ષિત પંડ્યા/રાજકોટ: વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં દરેક માણસના જીવનમાં મોબાઈલ એક અંગત સાધન રૂપ સાબિત થઈ રહ્યું છે. આ મોબાઈલમાં માણસો પોતાના કિંમતી ડેટા પણ સેવ કરીને રાખતા હોય છે. પરંતુ આ મોબાઈલ ફોન ખોવાય કે ચોરાઈ જાય ત્યારે માણસને મુશ્કેલી થતી હોય છે. પોલીસ સમક્ષ અરજી કરતા હોય છે. આ ખોવાયેલ અથવા તો ચોરાયેલ મોબાઈલ ફોન મૂળ માલિકને પરત આપવામાં સમગ્ર રાજ્યમાં રાજકોટ પોલીસ પ્રથમ નંબરે આવી રહી છે. રાજકોટ પોલીસે 3 વર્ષમાં 6 કરોડની કિંમતના અંદાજિત 6000 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના આધુનિક યુગમાં મોબાઇલ ફોનએ દરેક વ્યકિતનુ અંગત સાધન બની ગયું છે. આપણી ખાનગી માહિતી ધરાવતા ફોનમાં આપણો મહત્વનો ડેટા હોઈ છે. થોડીવાર પણ મોબાઇલ આડો અવળો થઇ જાય તો ધ્રાસ્કો પડી જતો હોય છે. પરંતુ ટેક્નોલોજી યુગમાં ખોવાયેલા મોબાઇલ પરત પણ મળી શકે છે. ગુજરાતમાં દર મહિને હજારો મોબાઇલ ખોવાતા હશે અને તેઓ પોલીસમાં ફરિયાદ પણ કરતા હશે. મહત્વની વાત એ છે કે, ગુજરાતભરમાં ખોવાયેલા મોબાઇલ શોધી આપવામાં રાજકોટ પોલીસનો સાઇબર સેલ પ્રથમ નંબરે છે. છેલ્લા 3 વર્ષ અને 8 મહિનામાં રાજકોટ સાયબર સેલે આશરે 5 કરોડથી વધુ કિંમતના 5 હજાર જેટલા ફોન શોધીને મુળ માલિકને પરત આપ્યાં છે.


MP સરકારનો આરોપ, સરદાર સરોવર ડેમમાં પાણી ભરવાના મામલે ગુજરાતે તોડી શરત


ક્યા વર્ષમાં કેટલા રૂપિયાનાં મોબાઇલ રાજકોટ સાયબર સેલે શોધી આપ્યા?


  • વર્ષ 2016 માં કુલ 1 કરોડ 66 લાખ 55 હજારની કિંમતનાં મોબાઈલ ફોન પરત આપ્યા

  • વર્ષ 2017 માં કુલ 1 કરોડ 47 લાખ 94 હજારની કિંમતનાં મોબાઈલ ફોન પરત આપ્યા

  • વર્ષ 2018 માં કુલ 2 કરોડ 75 લાખ 24 હજારની કિંમતનાં મોબાઈલ ફોન પરત આપ્યા

  • વર્ષ 2019 માં કુલ 1 કરોડ 12 લાખ 79 હજારની કિંમતનાં મોબાઇલ ફોન પોલીસે શોધી મુળ માલિકને પરત કર્યા


ખોવાયેલ મોબાઈલ પરત કરવાની કામગીરીમાં રાજકોટ સાયબર સેલ ગુજરાતમાં પ્રથમ છે. કોઇનો મોબાઇલ ખોવાઈ તો તેના આઇએમઇઆઇ નંબર પરથી તેને ટ્રેક કરવામાં આવે છે. તો ક્યારેક બાતમીનાં આધારે મોબાઇલ ચોર પાસે વધુ પડતા મોબાઇલ મળે તે શોધી મુળ માલિકને પરત કરવામા આવે છે. રાજકોટ પોલીસ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિ નો મોબાઇલ ખોવાઈ કે ચોરી થાય તો તુરંત જ મોબાઈલ બિલ સાથે રાખી સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી શકે છે.


ગુજરાત માટે 2019નું ચોમાસુ ફળદાયી બન્યું, 109.99 ટકા વરસાદથી 72 જળાશય છલકાયા


રાજકોટ સાયબર સેલે 500 રૂપિયાથી લઇ 50 હજાર સુધીનાં ચોરાયેલા અને ખોવાયેલા ફોન શોધીને લોકોને પરત આપ્યાં છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ જન્માષ્ટમીના તહેવાર સમયે લોકમેળામાં 178 મોબાઇલ ખોવાઇ ગયા હોવાની પોલીસને ફરિયાદ મળી છે જે પૈકી 4 મોબાઇલ પરત મૂળ માલિકને સોંપવામાં આવ્યા છે તો સાથે જ જે લોકોએ ફરિયાદ લખાવી છે તેમાંથી અનેક લોકોને આગામી દિવસોમાં મોબાઇલ પરત મળી શકે તેમ છે.


જુઓ LIVE TV :