ખાખી પર દાગ : રાજકોટ પોલીસ કમિશનર ઉઘરાણી કરે છે... જાણીતા ધારાસભ્યએ લગાવ્યો આરોપ
રાજકોટ (Rajkot) ના ધારાસભ્ય ગોવિંદ પટેલે (Govind Patel) પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ઉઘરાણીનો ગંભીર આક્ષેપ કર્યો છે. ગોવિંદ પટેલે કહ્યું કે, મનોજ અગ્રવાલ (Manoj Agrawal) ડૂબેલા નાણા વસુલવામાં ટકાવારી લે છે. 15 ટકા લેખે હિસ્સો માગ્યાનો ફરિયાદીનો પણ આરોપ રાજકોટ પોલીસ (rajkot police) કમિશનર પર મૂકાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્ર લખ્યો છે. જેમાં 15 ટકા લેખે હિસ્સો માગી નાણા વસુલ્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટ (Rajkot) ના ધારાસભ્ય ગોવિંદ પટેલે (Govind Patel) પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ઉઘરાણીનો ગંભીર આક્ષેપ કર્યો છે. ગોવિંદ પટેલે કહ્યું કે, મનોજ અગ્રવાલ (Manoj Agrawal) ડૂબેલા નાણા વસુલવામાં ટકાવારી લે છે. 15 ટકા લેખે હિસ્સો માગ્યાનો ફરિયાદીનો પણ આરોપ રાજકોટ પોલીસ (rajkot police) કમિશનર પર મૂકાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્ર લખ્યો છે. જેમાં 15 ટકા લેખે હિસ્સો માગી નાણા વસુલ્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
એક કિસ્સામાં ચીટીંગની FIR ન નોંધી ઉઘરાણીના જે પૈસા આવે તેમાંથી 15 ટકા લેખે હિસ્સો માંગી નાણા વસૂલ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગોવિંદ પટેલનો આક્ષેપ છે કે, કોઇની ઉઘરાણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય. તેવા સંજોગોમાં પોલીસ ઉઘરાણીના હવાલા સંભાળે છે! જે નાણાની ઉઘરાણી આવે તેમાંથી 15 ટકા હિસ્સો માંગી આ રકમ PI મારફત 75 લાખ જેવી ઉઘરાવી લીધા બાદ વધુ 30 લાખની ઉઘરાણી માટે PI ફોન કરી રહ્યા હોવાનો ખળભળાટ મચાવતો પત્ર રાજકોટના ધારસભ્ય ગોવિંદભાઇ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો છે.
તો આ સમગ્ર મામલે ફરિયાદી અને ફરિયાદીના ભાઈએ કહ્યું કે, પોલીસ જ અમારી સાથે ડીલ કરતી હતી અને પોલીસે પહેલા અમારી પાસે 30 ટકા માગ્યા હતા, CP અને ગઢવીએ સાખરા નામના વચેટિયાને રાખ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું, ફરિયાદીનો એવો પણ આક્ષેપ છે કે, CP ઓફિસે જઇને 50 લાખ રૂપિયા આપ્યા હતા.
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ધારાસભ્ય ગોવિંદ પટેલનો ગંભીર આરોપ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ એક્શન લીધા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ધારાસભ્ય ગોવિંદ પટેલ સાથે ગાંધીનગરમા આ મામલે બેઠક કરશે. તેમણે કહ્યુ કે, ગોવિંદ પટેલની ફરિયાદ નવી નથી તે ભૂતકાળની સરકારથી ચાલી આવે છે. ધારાસભ્ય ગોવિંદભાઈએ અગાઉ પણ મને આ અંગેની ફરિયાદ કરી હતી જેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ યોગ્ય પગલા ભરવામાં આવશે.