Rajkot News રાજકોટ : રંગીલા રાજકોટમાં પણ હવે ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. ખાસ કરીને લોકોથી ધમધમતા રોડ પર ટ્રાફિકનું નિયમન માથાનો દુખાવો બન્યો છે. આવામાં મોટા વાહનોની અવરજવરથી વધુ ટ્રાફિક થાય છે. તેથી રાજકોટના હાર્દ સમા 150 ફૂટ રીંગ રોડ માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આજથી રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ખાનગી લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાનગી લક્ઝરી બસ નહિ પ્રવેશે 
રાજકોટ પોલીસ કમિશર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, આજથી રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ખાનગી લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કરાયો છે. આ રોડ પર સવારે 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી લક્ઝરી બસ તેમજ ભારે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી એક પણ લક્ઝરી બસ પ્રવેશ કરી શકશે નહીં. 


ગુજરાત પર એક નહિ બે આફત આવી રહી છે, વાવાઝોડા સાથે માવઠાના માર માટે તૈયાર રહેજો


પાંચ મહિના પહેલા બહાર પાડેલા જાહેરનામાનો અંતે અમલ
પોલીસ કમિશનરે પાંચ મહિના પૂર્વે બહાર પાડેલું જાહેરનામું અંતે અમલમાં આવ્યું છે. પાંચ મહિના પૂર્વે અગાઉ રાજકીય દબાણના લીધે આ જાહેરનામું અટકાવી દેવાયું હતું. જોકે, આ જાહેરનામામાં મીની બસને છૂટછાટ આપવામાં આવી છે. શહેરમાં બસ પાર્ક માટે માલિકી દસ્તાવેજ અથવા માલિકી સહમતિ રજૂ કરવાની શરતે અગાઉ જાહેરનામું અટકાવાયું હતું, પરંતુ આ દસ્તાવેજ રજૂ ન કરતા અંતે જાહેરનામું લાગુ કરાયું.


મોટા દાનવીર બન્યા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી : સંસ્થાને દાન કર્યો પોતાનો પગાર


રાજકીય દબાણને કારણે જાહેરનામું અટક્યુ હતું 
ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનરે પાંચ મહિના પૂર્વે 150 ફૂટ રિંગ રોડ પર ખાનગી બસને દિવસ દરમિયાન પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું ગત તારીખ 15 જુલાઈ, 2023 ના રોજ પ્રસિદ્ધ કર્યું હતું. પરંતુ ખાનગી બસના સંચાલકોએ રાજકીય દબાણ ઊભું કરતા જેતે સમયે જાહેરનામાનો અમલ અટકાવી દેવાયો હતો. અંતે એ જાહેરનામાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે અને ખાનગી બસને દિવસ દરમિયાન 150 ફૂટ રિંગ રોડ પર પ્રવેશબંધી શરૂ કરવામાં આવી છે.


ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ : ભુસુ, ગોળ અને પથ્થરના પાવડરથી બનાવાતું હતુ