• સિવિલ હોસ્પિટલમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના નામે રૂપિયા પડાવવાના કૌભાંડ મામલે તપાસ ચાલુ છે. ભાજપના અગ્રણી સંજયગીરી ગૌસ્વામીની શોધખોળ ચાલુ છે


ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં રૂપિયા લઈને બેડ આપવાનો મામલો બહુચર્ચિત બન્યો છે. વીડિયોમાં દેખાતા બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. સરકારી હોસ્પિટલમાં અટેન્ડન્સ તરીકે નોકરી કરતા જગદીશ ભરત સોલંકી અને સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હિતેશ ગોવિંદ મહિડા નામના શખ્સની કરી ધરપકડ કરી હતી. બંન્ને શખ્સોની પોલીસે જામનગરથી ધરપકડ કરી હતી. જેઓ સિવિલ હોસ્પિટલમાં 9000 રૂપિયામાં બેડ અપાવી આપવાનું કહી રૂપિયા ખંખેરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે ગોરખધંધા કરતા બંન્ને શખ્સોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. 


આ પણ વાંચો : પાડોશી રાજ્યમાં પહોંચેલો ટ્રિપલ મ્યુટેશન સ્ટ્રેઈન ગુજરાત આવશે તો બધું વેરવિખેર થઈ જશે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સફાઈ કામદાર દર્દીના સગા પાસેથી રૂપિયા લઈને બેડ અપાવતો 
આ મામલે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે મીડિયાને જણાવ્યું કે, આરોપી જગદીશ સોલંકી સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હિતેશ મહિડા સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો. તેણે કોરોના દર્દીના સગા પાસેથી રૂપિયા લઈને બેડ અપાવ્યો હતો. તેણે પીપીઈ કીટ પહેરીને લઈ જઈ દાખલ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઓપીડીથી બેડ ખાલી હતો ત્યાં સુધી લિફ્ટમાં દર્દીને લઇ જવાયો હતો. બંન્ને શખ્સોની પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એક દર્દીને રૂપિયા લઈને બેડ આપાવ્યો હોવાનું સામે આવ્યું છે. હજી પણ વધુ દર્દીને પણ દાખલ કરવામાં આવ્યા હોય શકે તેમ છે. જેની તપાસ શરૂ છે. આ આરોપીઓ સાથે અન્ય કોઈ સિવિલનો સ્ટાફ સામેલ નથી. 


આ પણ વાંચો : ઓક્સિજન મેળવવા દર્દીએ વચલો રસ્તો શોધ્યો, ગોદડુ પાથરીને હોસ્પિટલની બહાર ઊંધા સૂઈ ગયા


સાથે જ રાજકોટમાં ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની કાળાબજારીના તપાસ વિશે કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના નામે રૂપિયા પડાવવાના કૌભાંડ મામલે તપાસ ચાલુ છે. ભાજપના અગ્રણી સંજયગીરી ગૌસ્વામીની શોધખોળ ચાલુ છે. અમે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. 15 દિવસમાં નહિ પકડાય તો સંજયગીરી ગોસ્વામીની મિલકત જપ્ત કરવામાં આવશે. 


આ પણ વાંચો : જેને આવતીકાલે સાસરે વિદાય કરવાની હતી, તેને પીપીઈ કીટ પહેરાવીને દુનિયામાંથી વિદાય અપાઈ