રાજકોટમાં પોલીસની દાદાગીરી! રેલવે સ્ટેશનમાં રિક્ષાચાલકને કપડાં ફાડી માર મારી ઢસડ્યો...
રાજકોટ રેલવે સ્ટેશન પર મારામારીના લાઈવ દૃશ્યો જોવા મળ્યા હતા. જેમાં એક રિક્ષાચાલકને બે પોલીસ કર્મીએ માર માર્યો હતો. બન્ને જવાન રિક્ષાચાલકને માર મારતા વીડિયોમાં કેદ થયા છે.
રાજકોટ: રાજકોટ રેલવે સ્ટેશન પર મારામારીના લાઈવ દૃશ્યો જોવા મળ્યા હતા. જેમાં એક રિક્ષાચાલકને બે પોલીસ કર્મીએ માર માર્યો હતો. બન્ને જવાન રિક્ષાચાલકને માર મારતા વીડિયોમાં કેદ થયા છે. રીક્ષા ચાલક પ્રેમજી તેની રીક્ષામાં સવાર વિકલાંગ પેસેન્જરને રેલવે સ્ટેશન ખાતે ઉતારવા માટે આવ્યો તે દરમિયાન નિયત સમય કરતા વધુ સમય રીક્ષા ત્યાં ઉભી રહેતા ફરજ પર હાજર રહેલા આરપીએફ જવાને રિક્ષા હટાવી લેવાનું કહેતા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઈ હતી.
જેમાં રીક્ષાચાલકે આક્ષેપ લગાવ્યા હતા કે ફરજ પર હાજર આરપીએફના જવાન અમિત યાદવ અને મહેન્દ્ર રાઠોડે નશામાં ધૂત થઈને 12:30 એક વાગ્યાની આસપાસ હુમલો કર્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે ધવાયેલા રીક્ષા ચાલકને સારવાર આપવાને બદલે આરપીએફના થાણામાં રાખવામાં આવ્યો હતો. જેથી રાજકોટ રેલવે સ્ટેશનના તમામ રિક્ષાવાળાઓ વિફર્યા હતા અને ધવાયેલા રીક્ષા ચાલકને સારવાર માટે માંગ કરતા સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
રીક્ષા ચાલક પૂર્વ આર.પી.એફ.નો કર્મી છે. તે ભૂતકાળમાં અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે નોકરી કરતો હતો.ત્યારે તે નોકરીની સાથે દારૂનો ધંધો કરતો હતો તેમજ માથાકૂટ કરતો હોવાથી તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. તેને એક વર્ષ પહેલાં આર.પી. એફ.નાં કર્મચારી દીનેશસિંગની આંગળી કાપી નાખી હતી. જે અંગે નો કેસ ચાલુ છે. માથાકૂટ થઇ ત્યારે ફરજ પરનાં આર.પી.એફ સ્ટાફ દારૂ પીધેલ છે કે નહિ તે અંગે મેડિકલ તપાસ ચાલુ છે. આ સમગ્ર બનાવમાં સીસીટીવીના આધારે વધુ તપાસ કરવામાં આવશે.
જુઓ આ પણ વીડિયો:-