ગૌરવ દવે/રાજકોટ :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 8.36 ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના દિયોદરમાં 24 કલાકમાં 7.6 ઈંચ વરસાદ પડ્યો છે. તો નવસારીના ખેરગામમાં 5.76 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદથી નદી અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. આ વચ્ચે અનેક શહેરોમાં લોકોને અનેક સ્થળે પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હજુ પણ 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોધિકામાં 4.5 ઇંચ વરસાદ
રાજકોટના લોધિકા પાસે ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યુ હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટના લોધિકામાં શુક્રવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકા પંથકમાં શુક્રવારે 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે લોધિકા પાસે આવેલી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીમા પ્રવાહમાં એક કાર તણાઇ ગઇ હતી.



તો બીજી તરફ, બનાસકાંઠાના ડીસામાં મોડી રાત્રે પડેલ 5 ઇંચ વરસાદથી બે કાચા મકાન ધરાશાયી થયા હતા. બેકારી કુવા વ્હોળા વિસ્તારમાં બે કાચા પતરાવાળા મકાન ધરાશયી થતા મકાન માલિકોને ભારે નુકસાન થયુ હતું. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી.