રાજકોટ: ફિલ્મની સ્ટોરીને પણ આંટી મારે તેવો લવ, સેક્સ ઓર ધોખાનો વિચિત્ર કિસ્સો
મુંદ્રાની પરિણીતા પર રાજકોટમાં દુષ્કર્મ આચરનાર શખ્સની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ભોગબનનાર અને આરોપી સોશ્યલ મિડીયાથી સંપર્કમાં આવ્યા બાદ પ્રેમ સબંધ બંધાયો હતો. જોકે પરિણીતાને પ્રેમી પરિણીત હોવાની જાણ થતા સબંધો તોડી નાખ્યા હતા. સબંધો પુરા કરવા રાજકોટ આવેલી પરિણીતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવતા ભોગ બનનારે હોટલમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
રક્ષીત પંડ્યા /રાજકોટ : મુંદ્રાની પરિણીતા પર રાજકોટમાં દુષ્કર્મ આચરનાર શખ્સની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ભોગબનનાર અને આરોપી સોશ્યલ મિડીયાથી સંપર્કમાં આવ્યા બાદ પ્રેમ સબંધ બંધાયો હતો. જોકે પરિણીતાને પ્રેમી પરિણીત હોવાની જાણ થતા સબંધો તોડી નાખ્યા હતા. સબંધો પુરા કરવા રાજકોટ આવેલી પરિણીતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવતા ભોગ બનનારે હોટલમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટમાં દુષ્કર્મની ઘટનાઓમાં સત્તત વધારો થઇ રહ્યો છે. ત્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વધુ એક દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 27 ડિસેમ્બરનાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતા જાહિદ ઉર્ફે જાવલો ઉર્ફે શાહરૂખ આદમાણી અને તેનો બનેવી મહેબુબ હારૂન ડેલા સામે દુષ્કર્મ કર્યાની ફરીયાદ નોંધાઇ હતી. ફરીયાદ આધારે પોલીસે આ બન્ને શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે, ભોગબનનાર સાથે આરોપીનો સોશ્યલ મિડીયામાં સંપર્ક થયા બાદ બે વખત રાજકોટ મળવા માટે બોલાવી હતી. પ્રેમ સબંધ બંધાયા બાદ ભોગ બનનારને આરોપી પરિણીત હોવાની જાણ થતા પ્રેમ સબંધ તોડી નાખ્યા હતા. ત્યારે છેલ્લી વખત મળીને સબંધો પૂરા કરવા આવેલી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરીયાદ નોંધાતા આરોપીને દબોચી લીધા હતા.
હવે નિવૃત લશ્કરી જવાનોએ સરકાર સામે બાંયો ચડાવી, કર્યું બાઇક રેલીનું આયોજન
પોલીસનાં કહેવા મુજબ, મુંદ્રાની 19 વર્ષની પરિણીતાએ આરોપી જાહીદ અને મહેબુબ સામે દુષ્કર્મની ફરીયાદ આપી હતી. જેમાં તેને આરોપી સાથે સોશ્યલ મિડીયાથી સંપર્કમાં આવ્યા બાદ પ્રેમ સબંધ બંધાયો હતો. ત્યારબાદ આરોપી પરિણીતી હોવાની યુવતીને જાણ થતા પ્રેમ સબંધ તોડી નાખ્યો હતો. જોકે સબંધ તોડવા આવેલી પરિણીતાને આરોપી જંગેલશ્વર વિસ્તારમાં લઇ ગયો હતો અને રૂમમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપી પરિણીતાને સદર બજારમાં આવેલી હોટલમાં મુકી ગયો હતો. જ્યાં ભોગબનનારે 25 ડિસેમ્બરનાં એસીડ પી હાથની નસ કાપી નાખતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જેથી આરોપીઓની પોલીસે ધરપકડ કરી જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. જો કે સમાજમાં સોશ્યિલ મિડીયાનો દુર ઉપયોગ વધી રહ્યો છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે લાલબતી સમાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube