ડાહી ડાહી સલાહ આપતું રાજકોટ મનપાના અધિકારીઓ જ બેદરકાર, કેમેરા જોઈને માસ્ક પહેર્યું
રાજકોટ મહાનગરપાલિકા લોકોને કોરોનાથી બચવા મોં પર માસ્ક પહેરવાની ડાહી ડાહી સલાહ આપે છે. પરંતુ મહાનગરપાલિકાની કચેરીમાં જ કર્મચારીઓ અને અધિકારીઓ જ નિયમોના સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળે છે. ઝી 24 કલાક દ્વારા રાજકોટ મનપા કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવતા અનેક અધિકારીઓ માસ્ક મામલે બેદરકાર જોવા મળ્યા હતા.
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ મહાનગરપાલિકા લોકોને કોરોનાથી બચવા મોં પર માસ્ક પહેરવાની ડાહી ડાહી સલાહ આપે છે. પરંતુ મહાનગરપાલિકાની કચેરીમાં જ કર્મચારીઓ અને અધિકારીઓ જ નિયમોના સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળે છે. ઝી 24 કલાક દ્વારા રાજકોટ મનપા કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવતા અનેક અધિકારીઓ માસ્ક મામલે બેદરકાર જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા દરેક મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત
કોરોનાની ગુજરાતમાં એન્ટ્રી થઈ ત્યારથી જ લોકો પાસેથી માસ્કના દંડ વસૂલ કરવામાં આવે છે. 1 વર્ષથી લોકોને તંત્ર માસ્ક પહેરવા અપીલ કરી રહ્યું છે. જોકે લોકોમાં જાગૃતતા નથી આવી એવું નથી. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ પડતી છૂટ આપવામાં આવતા લોકો બેદરકારી દાખવી રહ્યા છે. જોકે હવે ફરી એક વખત તંત્રએ નિયમોનું પાલન કરવાનું શરૂ કર્યું છે. જેને કારણે લોકોને મસમોટા દંડ ફટકારવામાં આવી રહ્યા છે. ત્યારે સરકારી કચેરીઓમાં કેટલા નિયમોનું પાલન થાય છે તે જાણવાનો ઝી 24 કલાકની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ મનપાની ખુદ આરોગ્ય વિભાગમાં જ આવતા અરજદારો અને કર્મચારીઓ માસ્ક પહેરતા નથી. જેને કારણે કોરોનાનું સંક્રમણ વધશે. આ બેદરકારી પાછળ કોણ જવાબદાર તે મોટો સવાલ છે.
આ પણ વાંચો : મોરવા હડફની પેટાચૂંટણીમાં ત્રિકોણીય જંગના એંધાણ, ભાજપના 300 કાર્યકર્તા AAP માં જોડાયા
માત્ર આરોગ્ય વિભાગ જ નહિ, સંસ્કૃતિક વિભાગમાં તો કર્મચારીઓ માસ્ક વગર જ જોવા મળ્યા. જાણે કે કોરોના છે જ નહિ તેમ મહિલા કર્મચારીઓ કેમેરો જોઈને કામ કરવા લાગ્યા અને મોબાઈલમાં જોવા લાગ્યા હતા. જ્યારે મહેકમ વિભાગમાં તો ઝી 24 કલાકનો કેમેરો જોઈ જતા કર્મચારીઓમાં નાસભાગ મચી હતી અને કર્મચારીઓએ અવનવા બહાના આગળ ધર્યા હતા.
રાજકોટ મનપા દ્વારા સોશિલ ડિસ્ટન્સિંગ ન જાળવતા હોટેલ અને રેસ્ટોરન્ટોમાં ડે. કમિશ્નર, એ. કે. સિંઘ હોકી અથવા લાકડી લઈને નિયમોનું પાલન કરવામાં આવે છે અને ખુદ રાજકોટ મનપા જ નિયમોના ઉલાળીયા કરી રહ્યું છે તે કેમ દેખાતું નથી. ચૂંટણીમાં જાહેર સભાઓ અને ત્યાર બાદ વરણીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવ્યા ત્યારે ક્યાં ગયા હતા એ. કે. સિંઘ તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. શું હવે રાજકોટ મનપા તેના જ અધિકારીઓ અને કર્મચારીઓ પાસથી દંડ વસુલ કરે છે કે નહીં તે જોવું રહ્યું.