ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટમાં (Rajkot) કોરોના સંક્રમણથી વધતા કેસ મામલે કોવિડ હોસ્પિટલોમાં (Covid Hospital) બેડની જરૂરીયાતો વધી રહી છે. એવામાં રાજકોટમાં બેડની સ્થિતિ જણાવવા કોઈ પોર્ટલ (Online Portal) ન હોવાથી રાજકોટવાસીઓએ ટ્વિટરમાં અભિયાન (Twitter Campaign) શરૂ કર્યું છે. રાજકોટ શહેરની કોવિડ હોસ્પિટલમાં (Rajkot Covid Hospital) બેડની સ્થિતિ જણાવવા અંગે પોર્ટલ બનાવવા માટે શહેરીજનો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં (Rajkot) વધતા કોરોના કેસને લઇ અનેક લોકો કોવિડ હોસ્પિટલમાં (Covid Hospital) બેડ શોધવા માટે હેરાન થયા છે. એવામાં રાજકોટમાં બેડની સાચી સ્થિતિ જાણવા માટે કોઈ પોર્ટલ (Online Portal) નથી. જો કે, અનેક લોકો મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને (Rajkot Municipal Commissioner) પોર્ટલ બાબતે રજૂઆત કરી ચુક્યા છે.


આ પણ વાંચો:- રાજકોટ: કોરોના પોઝિટિવ સગર્ભાને ડોક્ટરે કરાવી પ્રસુતિ, સ્વસ્થ બાળકને આપ્યો જન્મ!


પરંતુ આ મામલે કોઈપણ પ્રકારની કામગીરી ન થતી હોવાથી લોકોએ મ્યુનિસિપલ કમિશનલ અને શાસકોને જગાડવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે. રાજકોટવાસીઓ #RajkotNeedsBedPortal અને #HelpRajkot ટેગ કરીને અભિયાન ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અન્ય મહાનગરોમાં હોસ્પિટલમાં બેડની સ્થિતિ અંગે ઓનલાઇન પોર્ટલ ચાલુ કરાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube