રાજકોટ : આરટીઓ પાસે આજથી દોઢ વર્ષ પહેલાં થયેલી યુવાનની હત્યા કેસમાં નવો વળાંક આવ્યો. હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીઓ કોર્ટમાંથી જામીન મુક્ત થતાં તેમની પણ થઈ ગઈ હત્યા..ઘટનાના થોડા સમયમાં જ પોલીસે કરી છે ચાર શખ્સની ધરપકડ. રાજકોટના વાંકાનેરના મહિકા ગામ પાસે 6 જેટલા શખ્સોએ એક યુવાનની હત્યાને અંજામ આપ્યો હતો. આ હત્યા દરમિયાન અન્ય એકને સામાન્ય ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો અને મૃતકના ભાઈએ છ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી. આ દરમિયાન પોલીસને ચોંકાવનારી માહિતી હાથ લાગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે હત્યા અંગેની ફરિયાદ નોંધાતા એક પછી એક એમ છ લોકોની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય સૂત્રધારે બદલો લેવા માટે યુવાનની હત્યા કર્યાનું સામે આવ્યું.  15 નવેમ્બર વર્ષ 2019માં આરટીઓ ઓફિસમાં અઝાઝ ફર્ફે અજુ હનીફભાઈ પાયકના ભાઈ સાહિલની હત્યા થઈ હતી. અને આ હત્યામાં હાલના મૃતક રાહુલ આહિર અને ઈજા પામનાર નીતિન માધવજીભાઈ આરોપી હતા. જેતે સમયે હત્યા કર્યા બાદ બંનેને કોર્ટે સજા ફટકારી હતી અને હાલ આ બંને આરોપીઓ કોર્ટમાંથી જામીન મુક્ત થયા હતાં ત્યારે પોતાના ભાઈની હત્યાનો બદલ લેવા માટે અન્ય પાંચ શખ્સોને સાથે રાખી ધોકા પાઇપ, છરી જેવા હથિયારો લઈ રાહુલ આહિર પર હુમલો કર્યો હતો. સાંજના છ વાગ્યાના અરસામાં મહીકા ગામની સીમ મહીકાથી મચ્છુ ડેમ તરફ જતા હતા ત્યારે દરગાહ પાસે રાહુલભાઇનો ટ્રક રોડ ઉપર રોકાવી તેના ઉપર પથ્થરના ઘા કર્યા હતા અને ટ્રકનો કાચ તોડી નાખ્યો હતો ત્યારે બાદ રાહુલભાઇ તથા નીતીનભાઇને ટ્રકમાંથી ખેચી નીચે ઉતારી પાઇપ, ધોકા, છરી, પથ્થરથી માર મારતા હતા ત્યારે નીતીનભાઇને હાથે પગે, માથામાં ઇજા તથા ફેક્યર ઇજા થઈ ગયુ હતું. જ્યારે આરોપી રાહુલ દોડીને સાઈડના ખેતરમાં જતાં તેની પાછળ જઈ છરી વડે ગળાના ભાગે માર મારી તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. 


આમ પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા માટે હત્યારાની હત્યા કરી છ શખ્સો પણ હત્યારા બની ગયા. મોરબીના વાંકેનરના મહિકા ગામે થયેલી આરોપી યુવાનની હત્યા બાદ પોલીસે આરોપીઓને દબોચી લીધા છે. સાથે જ જાહેર રસ્તા ઉપર વાહનને રોકીને ખૂનનો બદલો લેવા માટે જે રીતર યુવાનની હત્યા કરવામાં આવી છે તે જોતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube