રાજકોટ રાજપરિવારની મિલકતનો વિવાદ વકર્યો, વધુ એક સદસ્યએ પોતાનો હિસ્સો માંગ્યો
રાજકોટ (Rajkot) ના રાજવી પરિવારનો મિલકતનો વિવાદ વકર્યો છે. બહેન બાદ હવે ભત્રીજાએ રાજકોટના રાજવી માંધાતાસિંહ સામે દાવો માંડ્યો છે. રણશૂરવીરસિંહ જાડેજાએ વીલ મામલે ન્યાયની માંગ કરી છે. મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમનસિંહજીના વસિયતનામાને ખોટો હોવાનો કહી રાજપરિવાર (royal family) ની તમામ મિલકતોમાં પોતાનો હિસ્સો માગ્યો છે. તેમણે વડીલોપાર્જિત મિલકતની વહેંચણી ન કરાઈ હોવાનો આરોપ કર્યો છે. આ મિલકતોમાં 11 મિલકતો કે જેમાં 675 એકર ખેતીની જમીન, વીડી તેમજ રાંદરડા તળાવની જગ્યા અને જે મિલકત મામલે ભાઈ-બહેન વચ્ચે વિવાદ ચાલતો હતો તે માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જે પણ મિલકતોનો ઉલ્લેખ નથી તે માટે પણ કેસ દાખલ કર્યો છે. દાવામાં માધાપરની મિલકતનો ખાસ ઉલ્લેખ કરાયો છે.
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ (Rajkot) ના રાજવી પરિવારનો મિલકતનો વિવાદ વકર્યો છે. બહેન બાદ હવે ભત્રીજાએ રાજકોટના રાજવી માંધાતાસિંહ સામે દાવો માંડ્યો છે. રણશૂરવીરસિંહ જાડેજાએ વીલ મામલે ન્યાયની માંગ કરી છે. મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમનસિંહજીના વસિયતનામાને ખોટો હોવાનો કહી રાજપરિવાર (royal family) ની તમામ મિલકતોમાં પોતાનો હિસ્સો માગ્યો છે. તેમણે વડીલોપાર્જિત મિલકતની વહેંચણી ન કરાઈ હોવાનો આરોપ કર્યો છે. આ મિલકતોમાં 11 મિલકતો કે જેમાં 675 એકર ખેતીની જમીન, વીડી તેમજ રાંદરડા તળાવની જગ્યા અને જે મિલકત મામલે ભાઈ-બહેન વચ્ચે વિવાદ ચાલતો હતો તે માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જે પણ મિલકતોનો ઉલ્લેખ નથી તે માટે પણ કેસ દાખલ કર્યો છે. દાવામાં માધાપરની મિલકતનો ખાસ ઉલ્લેખ કરાયો છે.
રાજકોટના રાજવી હાલ મિલકત વિવાદમાં ગૂંચવાયા છે. તેમના બહેન અંબાલિકા દેવી બાદ ભત્રીજાએ માંધાતા સિંહ સામે દાવો માંડ્યો છે. રાજકોટના રાજવી સ્વ.પ્રદ્યુમનસિંહના પૌત્ર રણસૂરવીર સિંહ જાડેજાએ વિલને લઈ ન્યાય માંગ્યો છે. વડીલોપાર્જીત મિલકતો વહેંચણી યોગ્ય રીતે ન થઈ હોઈ અને તમામ મિલકત માંધાતાસિંહના નામે થઈ હોવાનો આક્ષેપ રણશૂરવીરસિંહ જાડેજાએ કર્યો છે.
આ પણ વાંચો : ‘રબારી-ભરવાડ-ચારણ સમાજના વિદ્યાર્થીઓ માટે બલિદાન આપું છું...’ કહીને સરકારી કર્મચારીએ કરી આત્મહત્યા
મિલકતનો પ્રાંત અધિકારીની કોર્ટમાં ચુકાદો આવી ગયો છે. મનોહરસિંહજીએ કરેલી વસિયતને સિવિલ કોર્ટમાં પડકારાઈ છે. હવે રણશૂરવીરસિંહ જાડેજાએ રાજકોટના રાજપરિવારની મિલકતમાં પોતાનો હિસ્સો માંગ્યો છે. અગાઉ મિલકત વિવાદમાં 11 મિલકતો સામેલ હતી, જેમા 675 એકર ખેતીની જમીન, વીડી તેમજ રાંદરડા તળાવની જગ્યા, માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો સમાવેશ થયો હતો. પરંતુ હવે જે મિલકતોનો ઉલ્લેખ નથી, તેના માટે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
માનવતા હજી જીવે છે તેવુ સાબિત કર્યું ગુજરાતના આ મુસ્લિમ યુવકોએ...
રાજવીની આ 700 એકર પણ છે વિવાદમાં
રાજકોટના માધાપર વિડી તરીકે ઓળખાતી 700 એકર થી વધુ જમીનનો એગ્રીકલ્ચર લેન્ડ સિલિંગ એક્ટ હેઠળ કેસ ચાલતો હતો. જેમાં ભૂતપૂર્વ અધિકારીએ ખોટી રીતે કે વધુ પડતા યુનિટ ગણીને મળવાપાત્ર કરતા વધારે જમીન રાજવી પરિવારના નામે આપ્યાની શંકા જતા એ હુકમ સામે સરકાર પક્ષે અપીલ દાખલ કરાવી છે. આ કેસ હજુ રાજકોટ શહેર 1 પ્રાંત અધિકારી સમક્ષ પેન્ડિંગ છે અને કેટલી જમીન ફાળવાય છે એ સમય જતાં સ્પષ્ટ થશે.