નવનીત લશ્કરી/રાજકોટ :જેમ લોકો અનોખી રીતે લગ્ન કરીને તેને યાદગાર બનાવે છે. તેમ રાજકોટ (Rajkot) ના એક ગામમા અનોખી સ્મશાન યાત્રા નીકળી હતી. આ સ્મશાન યાત્રા જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા કે આ સ્મશાન યાત્રા છે કે લગ્નનો વરઘોડો. સરધાર ગામના એક વૃદ્ધાને તેમના પરિવારજનોએ બેન્ડબાજા સાથે અંતિમ વિદાય (last rite) આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના સરધાર ગામમાં એક અનોખી સ્મશાનયાત્રા નીકળી હતી. સરધાર ગામના નિવાસી કંકુબેન શિવાભાઈ ખૂંટનું મૃત્યુ થયું હતું. તેમના પરિવાર દ્વારા ઢોલ નગારા સાથે બેન્ડબાજા સાથે સ્મશાનયાત્રા કાઢવામા આવી હતી. એટલુ જ નહિ, બેન્ડ વાજા અને અશ્વ સવારી સાથે અંતિમ રથને શણગારવામાં આવ્યો હતો.



આ સ્મશાનયાત્રામાં સરધાર ગામના અને આસપાસના ગામના લોકો પણ જોડાયા હતા. ત્યારે આ અનોખી સ્મશાન યાત્રાને જોવા કુતૂહલ સર્જાયું હતું. રસ્તે પસાર થતા લોકો પણ સમજી શક્તા ન હતા કે આખરે લગ્નનો વરઘોડો છે કે અંતિમ યાત્રા.