રક્ષિત પંડ્યા/રાજકોટ: ઊંઝા સહિત ગુજરાતના માર્કેટ યાર્ડના વેપારીઓએ 1 કરોડથી વધુ રકમ પર 2% લાગતા TDSના વિરોધમાં યાર્ડ બંધ રાખવા એલાન કર્યું છે. જેમાં સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ દ્વારા ટેકો જાહેર કરી આવતા બે દિવસ એટલે કે સોમવાર અને મંગળવારના રોજ યાર્ડ બંધની જાહેરાત કરી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં ગેરસમજના કારણે યાર્ડના વેપારીઓ અને દલાલોમાં ઉહાપોહ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણાકીય વર્ષ 2019-20ની શરૂઆત એટલે કે 1 એપ્રિલ 2019થી થતા વ્યવહાર પર રોકડની ગણતરી થશે કે 1 સપ્ટેમ્બર 2019થી થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાથી સૌરાષ્ટ્રના તમામ યાર્ડ બંધ રાખવા જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ ઝી ૨૪ કલાક સાથે કરેલ ખાસ વાત ચિતમાં જણાવ્યું હતું કે, કેશલેશ વ્યવહાર તરફ આગળ વધવા વેપારીઓ તૈયાર છે પરંતુ આ TDS માટે ગણતરી ૧ એપ્રિલના બદલે ૧ સપ્ટેમ્બરથી કરવામાં આવે જો આ પ્રમાણે થશે તો તેઓ યાર્ડમાં આપેલ બંધનું એલાન પરત ખેંચી લેશે.


વડોદરામાં ઇલેક્ટ્રિકના થાંભલે ઓઢણીથી બાંધેલો યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા


ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રના તમામ યાર્ડ ખાતે ૧ સપ્ટેમ્બરથી ચેકથી વ્યવહાર કરવા અંગે ખેડૂતોને સૂચના આપી દેવામાં આવી છે જેથી રોકડ વ્યવહાર અંગે કોઈ મુશ્કેલી ઉદભવે નહીં. મહત્વનું છે, કે એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ ઊંઝાને વેપારીઓએ સરકાર સામે ટીડીએસ મામલે સરકાર સામે વિરોધમાં બંધ પાળી રહ્યા છે.


જુઓ Live TV:-