બાળકીના ટ્યુશન ન જવાના એક બહાનાથી રાજકોટ પોલીસ દોડતી થઈ, માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
Rajkot News : રાજકોટમાં વિદ્યાર્થિનીએ ટ્યુશનમાં ન જવા કર્યું અપહરણનું નાટક..અપહરણની આશંકા સાથે તપાસ કરતા થયો ખુલાસો..હોમવર્ક બાકી હોવાથી બાળકીએ કર્યું ખોટું નાટક...
Child Kidnapping : રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. 10 વર્ષની એક બાળકીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. જાગૃત સમાજ માટે આ કિસ્સો લાલબતી સમાન છે. પોપટપરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકીએ થાર કારમાં કેટલાક શખ્સોએ પોતાના અપહરણ થયાનું નાટક કર્યું હતું. 4 કલાક પોલીસની તપાસ બાદ બાળકીએ નાટક રચ્યું હોવાનું સામે આવ્યુ હતું. ટ્યુશનમાં ન જવું હોવાથી બાળકીએ આખું નાટક રચ્યું હતું. CCTV ફૂટેજ અને રી-કન્ટ્રક્શન બાદ બાળકીએ ખુદ આ વાતનો સ્વીકાર કર્યો હતો.
આજે સવારે રાજકોટમાં પોપટપરા વિસ્તારની એક બાળકી ઈનોવેટિવ સ્કૂલમાં અભ્યાસ કરે છે. બાળકીએ કહ્યું હતું કે, થાર કારમાં આવેલ ઇસમોએ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને ઈસમને બચકું ભરી લેતા તેનો બચાવ થયો પણ તેની એક બહેનપણીનું અપહરણ કરી ઇસમો નાસી છૂટ્યા છે. જોકે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પરંતું વાત એમ હતી કે, હોમ વર્ક બાકી હોવાથી બાળકીએ આખું નાટક રચ્યુ હતું. પોલીસ તપાસમાં અપહરણ ના થયાનો ખુલાસો થયો છે. સમગ્ર ઘટનામાં lcb, પોલીસ, DCP, ACP,ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
નવા હોદ્દેદારોને નીતિન પટેલની ટકોર, સગાઓ હસ્તક્ષેપ ના કરે, જેને સત્તા છે એ જ કામ કરે
રાજકોટમાં બાળકીના અપહરણ અંગે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં બાળકીએ પોતાના અપહરણનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે. ટ્યુશનમાં ના જવા બાળકીએ અપરહણનું તરકટ રચ્યું હતુ. બાળકીનું અપહરણ થયુ હતું તે વિસ્તારના તમામ CCTVની તપાસ કરી વિસ્તારની પોલીસે જાતે મુલાકાત લીધી હતી. પરંતુ અપહરણ જેવી કોઈ થિયરી મળી ન હતી.
પેપરલેસ વિધાનસભામાં ઓછું ભણેલાં આ ધારાસભ્ય અનોખી રીતે પોતાની વાત રજૂ કરે છે
બ્રહ્મસ્વરૂપ સ્વામીને બ્રહ્મજ્ઞાન થયુ, ખોડિયાર માતા પર વિવાદિત ટિપ્પણી બાદ માફી માગી