Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટમાં જસાણી સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત થયું હતું. આ અંગે ઝી 24 કલાક દ્વારા વિદ્યાર્થિનીના પરિવારજનો સાથે ખાસ વાત કરી. જેમાં દીકરી ગુમાવનાર માતાએ રડમસ ચહેરે જણાવ્યું કે તેમની દીકરી પહેલાંથી જ સ્વસ્થ હતી. ઠંડીનું જાહેરનામું છતાં સ્કૂલના સમયમાં ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો ન હતો. સાથે જ શાળા પર માતાએ આક્ષેપ લગાવતાં કહ્યું કે, દીકરીની તબિયત ખરાબ થઈ ત્યારે પણ સ્કૂલ સંચાલકોએ તેને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ ક્લાસરૂમમાં બેસાડી રાખી હતી.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટની જસાણી સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતી રિયા સોની નામની વિદ્યાર્થિનીનું ચાલુ ક્લાસમાં હાર્ટ અટેકથી મૃત્યુ થયું તેનાથી તમામ વાલીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. જે વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું છે તેની માતાએ કહ્યું છે કે તેમની દીકરીને નખમાં પણ રોગ નહોતો. પરંતુ કાતિલ ઠંડીના કારણે તેના શરીરનું લોહી જામી ગયું અને તેના કારણે આઠમા ધોરણની વિદ્યાર્થિનીને ચાલુ ક્લામાં હાર્ટએટેક આવતાં તેનું મૃત્યુ થયું છે. તેની માતાએ સ્કૂલ પર આરોપ મૂક્યો કે, મારી દીકરીના મૃત્યુ માટે જસાણી સ્કૂલ જવાબદાર છે. કેમ કે, જસાણી સ્કૂલના સંચાલકોએ નક્કી કરેલું એ સ્વેટર પહેરવું બાળકો માટે મજબૂરી બની ગયું છે. વિદ્યાર્થીઓને આવી કાતિલ ઠંડીમાં રક્ષણ આપવા માટે શાળાએ નક્કી કરેલું સ્વેટર સક્ષમ નથી. 


આ પણ વાંચો : 


શાળાના ફરજિયાત સ્વેટરના ફતવા સામે ઝી 24 કલાકની ઝુંબેશ, નિયમના ચક્કરમાં બાળકો ઠુઠવાયા


પાણી પછી જ પાળ બાંધવા ટેવાયેલુ તંત્ર, મોડે મોડે કચ્છની શાળાના સમયમાં કરાયો ફેરફાર


વિદ્યાર્થીનીના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમની દીકરી પહેલાથી જ સ્વસ્થ હતી. ઠંડીના લીધે અગાઉથી જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે પરંતુ સ્કૂલ દ્વારા કાતિલ ઠંડી પડી રહી હોવા છતાં પણ ટાઈમિંગમાં ફેરફાર કરવામાં નહોતો આવ્યો. શાળા સંચાલકો દ્વારા ફરજિયાત તેના ડ્રેસકોડ મુજબનું જ સ્વેટર પહેરવા માટેનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. અમારી દીકરીની તબિયત જ્યારે ખરાબ થઈ ત્યારે સ્કૂલ સંચાલકો તેને હોસ્પિટલ લઈ જવાને બદલે ક્લાસરૂમમાં જ બેસાડી રાખી હતી. અમને આ ઘટનાની જાણ થઈ એટલે અમે તુરંત જ સ્કૂલે પહોંચ્યા અને દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી હતી. અમારી દીકરી સ્વસ્થ હતી એટલે જ તેને સ્કૂલે મોકલવામાં આવી હતી. આ તો સ્કૂલ ઉપર છાંટા ઉડિયા એટલે અમારી દીકરીની બીમારીના નામે પોતાનો બચાવ કરી રહી છે.


હાય રે ઠંડી તો કેવી કાતિલ નીકળી, બાળકીનો ભોગ લીધો, ચાલુ ક્લાસમાં આવ્યો હાર્ટ એટેક


વાલીઓ સાચવજો! સ્કૂલમાં ઠંડી બાળકીનું મોત, સ્કૂલના પાતળા સ્વેટરથી બાળકો વધુ ઠુઠવાયા


નળના પાણીમાં બરફ જામ્યો : -20 ડિગ્રીએ પહોચ્યો ઠંડીનો પારો, ગુજરાતમાં આવી છે આગાહી