Loksabha Election 2024: પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની સતત નારાજગી જોવા મળી રહી છે. રૂપાલાએ આ નિવેદન બાદ માફી પણ માંગી લીધી છે પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાત ભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ નવી-નવી રણનીતિ ઘડી રહ્યો છે. આજથી ગુજરાતમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણીને લઇને ધમસાણ શરૂ થઈ ગયું છે, કારણ કે આજથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થઈ ગયું છે. આજે પહેલા દિવસે જ ક્ષત્રિયાણીઓએ 100 જેટલા ચૂંટણી ફોર્મ ઉપાડ્યા છે. સાથે ભાજપ અને કોંગ્રેસના 3-3 ઉમેદવારોનાં નામે 12 ફોર્મ ઉપાડવામાં આવ્યાં છે. ત્યારે એક સવાલ તે થાય કે શું 100 ક્ષત્રિયાણીઓ રૂપાલા સામે ઉમેદવારી નોંધાવે તો ચૂંટણીમાં મતદાન ઈવીએમથી થશે કે બેલેટ પેપરથી? એક ઈવીએમમાં કેટલા ઉમેદવારો આવી શકે? કેટલા ઉમેદવારો હોય ત્યાં સુધી ઈવીએમથી ચૂંટણી યોજવામાં આવે છે. આ તમામ સવાલના જવાબ અમે તમને જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ભયંકર આગાહી જાણી લેજો! ગુજરાતમાં ભર ઉનાળે થશે કડાકા ભડાકા, આ વિસ્તારોનું આવી બનશે!


ચૂંટણી ફોર્મ ઉપાડવાના પ્રથમ દિવસે જ એકસાથે ભારે રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટ લોકસભા બેઠક પર આજથી જ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે આજે બપોરે કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજની બહેનો આવી પહોંચ્યી હતી. રાજકોટથી લોકસભા ચૂંટણી લડવા માટે ક્ષત્રિયાણીઓ 100 જેટલા ચૂંટણી ફોર્મ ઉપાડ્યા હતા. રાજકોટ કલેક્ટર કચેરીએ ચૂંટણી ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. રૂપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો ફોર્મ ભરવાની જાહેરાત પણ ક્ષત્રિયાણીઓ દ્વારા કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવાનું છે.


વર્ષો બાદ અમદાવાદમાં વધુ ત્રણ રૂટ પર દોડશે ડબલ ડેકર લાલ બસ, મુસાફરોને પડશે જલસો


ઈવીએમમાં વધુમાં વધુ કેટલા ઉમેદવાર હોઈ શકે?
આ પ્રશ્નનો જવાબ અમને ચૂંટણી પંચની વેબસાઇટ પરથી મળ્યો હતો. ચૂંટણી પંચની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે એક ઈવીએમમાં કુલ 16 ઉમેદવારો આવી શકે છે, જેમાં નોટા પણ સામેલ છે. દરેક બેલેટ યુનિટ NOTA સહિત 16 ઉમેદવારોને પૂરી કરી શકે છે. ઈવીએમનો સેટ બનાવવા માટે કુલ 24 બીયુને એક સીયુ સાથે જોડી શકાય છે. તેથી, જ્યારે જરૂરી હોય ત્યારે, EVMનો એક સેટ NOTA સહિત વધુમાં વધુ 384 ઉમેદવારો સુધી પહોંચી શકે છે. એટલે કે જો રાજકોટની લોકસભા સીટ પર બેલેટ પેપરથી ચૂંટણી યોજવવી હોય તો તે માટે 384થી વધુ ઉમેદવારો હોવા જરૂરી છે. ચૂંટણી પંચ દ્વારા 384 ઉમેદવાર સુધી મતદાન ઈવીએમ દ્વારા જ કરાવવામાં આવે છે. એટલે કે જો રાજકોટમાં 100થી વધુ ક્ષત્રિયાણીઓ મેદાનમાં ઉતરે તો પણ ચૂંટણી ઈવીએમથી જ યોજાશે. 


જન્મદિવસ હોય કે લગ્નતિથિ, હવે શુભપ્રસંગે ઘરે આવશે અંબાજીનો પ્રસાદ, શરૂ કરાઈ આ સુવિધા


ભાજપ-કોંગ્રેસે 12-12 ફોર્મ ઉપાડ્યાં
16 એપ્રિલે પુરુષોત્તમ રૂપાલા ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવવાના છે. ત્યારે આજે પ્રથમ દિવસે પુરુષોત્તમ રૂપાલા, તેમના ડમી ઉમેદવાર મોહન કુંડારિયા અને કિરીટ પાઠકના નામે 4-4 એમ 12 ફોર્મ ભરાયાં છે. તો કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, ડો. હેમાંગ વસાવડા અને હિતેશ વોરાના નામે 4-4 એટલે કુલ 12 ફોર્મ ઉપાડવામાં આવ્યાં છે.


રેલવેમાં ભરતીની સૌથી મોટી જાહેરાત, 1113 ખાલી જગ્યાઓ ભરવા આ રીતે તાત્કાલિક અરજી કરો


ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે શુક્રવારે રાજપૂત સમાજની વધુ એક વાર પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં રાજપૂત સમાજના આગેવાનોએ ફરી એક વાર પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગી કરી હતી અને આવનાર 14મી એપ્રિલને રવિવારે રાજકોટ વાંકાનેર રોડ પર આવેલ રામ મંદિર ખાતે મહા શક્તિ સંમેલનની રૂપરેખા જાહેર કરી હતી.