રાજકોટ: આ મિત્રો વેચતા ડોક્યુમેન્ટ વગર સિમકાર્ડ, આવી ટેકનિકનો કરતા ઉપયગો
જો તમારે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ આપ્યા વગર સીમ કાર્ડ ખરીદવા હોઈ તો તે તમને રાજકોટમાંથી મળી જશે. જી, હા રાજકોટ પોલીસે ત્રણ મિત્રોને જુદી જુદી કંપનીના સિમ કાર્ડ સાથે પકડી પાડયા છે. આ મિત્રો ગ્રાહકોના ફિંગર પ્રિન્ટ લઈ અન્ય લોકોને વગર ડોક્યુમેન્ટે ઉંચા ભાવે સિમકાર્ડ વહેંચતા હતા. ત્યારે જુઓ આ અંગે અમારો આ રીપોર્ટ સીમ કાર્ડ ખરીદતા ગ્રાહકો થઈ જજો સાવધાન
સત્યમ હંસોરા/રાજકોટ: જો તમારે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ આપ્યા વગર સીમ કાર્ડ ખરીદવા હોઈ તો તે તમને રાજકોટમાંથી મળી જશે. જી, હા રાજકોટ પોલીસે ત્રણ મિત્રોને જુદી જુદી કંપનીના સિમ કાર્ડ સાથે પકડી પાડયા છે. આ મિત્રો ગ્રાહકોના ફિંગર પ્રિન્ટ લઈ અન્ય લોકોને વગર ડોક્યુમેન્ટે ઉંચા ભાવે સિમકાર્ડ વહેંચતા હતા. ત્યારે જુઓ આ અંગે અમારો આ રીપોર્ટ સીમ કાર્ડ ખરીદતા ગ્રાહકો થઈ જજો સાવધાન
રાજકોટની ભક્તિ નગર પોલીસે ત્રણ મિત્રોને પકડી પાડયા છે. આ ત્રણેય મિત્રો પર આરોપ છે લોકો સાથે છેતરપિંડી કરી તેમના નામના સિમકાર્ડ અન્ય વ્યક્તિઓને વહેંચવાનો. ત્રણેય મિત્રો પૈકી જીત ઉર્ફે કાનો સી.એમ.મજેઠીયા એન્ટરપ્રાઈઝમા કામ કરે છે. જેથી પોતે કાર્ડ કઈ રીતે એકટીવેશન થાય તેની તમામ પ્રક્રિયાથી વાકેફ હતો. તેથીજ આ પ્રકારના ગુનાહિત પ્રવૃતિમા તેને પોતાની સાથે અન્ય દિપક પાટીલ અને સગીર વયના મિત્રોનો સાથ લિધો હતો.
હવે પાણી પર પણ રહેશે પહેરો: સૌરાષ્ટ્ર્માં પાણી અછતને કારણે થઇ રહી છે ચોરી
આ ત્રણેય મિત્રો તેમની પાસે સિમકાર્ડ લેવા આવતા ગ્રાહકોના એક થી વધુ વાર ફિંગર પ્રિન્ટ લેતા હતા. તો સાથે જ ઓટીપી નંબર એક વાર ગ્રાહકના ચાલુ નંબર પર મંગવાતા. જ્યારે તેજ ગ્રાહકના વધારાના ફિંગર પ્રિન્ટનો ઉપયોગ અન્ય કાર્ડના એકટીવેશન માટે કરતા હતા. જેનો ઓટીપી નંબર પોતાના મોબાઈલ પર મંગાવતા હતા. આમ, એક જ ગ્રાહકના નામે તેના ડોક્યુમેન્ટ અને ફિંગર પ્રિન્ટનો ઉપયોગ અન્ય બે કે ત્રણ કાર્ડના એકટીવેશનમા થતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પોતે જુદી જુદી કંપનીના સેલ્સ પર્સન હોઈ તે રીતે રોજ પર પોતાની કંપનીની છત્રી નાંખીને બેસતા હતા. તો સાથે જ મફત ડેટા અને બેલેન્સની સ્કિમ આપી ગ્રાહકોને પોતાના શિકાર બનાવતા હતા.