રક્ષિત પંડ્યા/રાજકોટ: રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત રહ્યો છે. 13 જાન્યુઆરીએ રાજકોટમાં આશરે 6 જેટલા પોઝિટિવ કેસ નોધાતા તંત્ર દોડતુ થયું હતું. મહત્વનું છે, કે મૂળ રાજકોટ શહેરના બે વ્યક્તિઓ તેમજ અમરેલી, મોરબી, અને કચ્છ જિલ્લાના એક એક દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં 4 મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે ગત 13 દિવસમાં આશરે 33 જેટલા પોઝિટિવ કેશ નોઘાયા હતા જેમાંથી સારવાર દરમિયાન 4 દર્દીઓના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અત્યારે રાજકોટ સિવિલમાં અને ખાનગી હોસ્પિટલમાં આશરે 24 જેટલા સ્વાઇન ફલૂના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.


10 ટકા અનામતને લઇને GPSCની પરીક્ષાની તારીખો મૌકૂફ રાખવાનો નિર્ણય


દિવસેને દિવસે સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો થતા આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં તબીબોનો સ્ટેન્ટુ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. તથા મહાનગર પાલિકા દ્વારા પણ સ્વાઇન ફ્લૂનો રોગનો ફેલાવો અટકાવા માટેના કાર્ય કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં સ્લાઇન ફ્લૂના દર્દીઓ માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.