Shocking Death : ક્યારેક કેટલાક લોકો સાથે એવી ઘટના બની જતી હોય છે કે એવુ લાગે કે કુદરતનો કહેર જાણે આપણા પર જ વરસી રહ્યો છે. ત્યારે એવુ થાય છે કે આવું અમારી સાથે જ કેમ થયું. રાજકોટના સોલંકી પરિવાર સાથે જે થયુ તેવુ ભગવાન કોઈની સાથે ન કરે. જ્યાં દીકરાના લગ્નના ઢોલ વાગવાના હતા, તેને બદલે તેના જ મોતના મરસિયા ગાવા પડ્યા. દીકરાનો વરઘોડો નીકળે એ પહેલા જ વરરાજાના મોતના સમાચાર આવ્યા. કાળજું કઠન કરીને આ ઘટના વાંચજો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો 
રાજકોટમાં લગ્નના બે દિવસ પહેલા જ યુવકનું હ્દય બંધ પડી જતા મોત નિપજ્યું છે. રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે. પોપટપરા રહેતા અને કારખાનામાં કામ કરતા અજય સોલંકી નામના યુવક લગ્નની તૈયારીઓ વચ્ચે પોતાના ઘરે અચાનક ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો પણ તબીબો બચાવી ન શક્યા. અજય સોલંકીના શનિવારે લગ્ન લેવાયા હતા. આ માટે સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ હતો. પંરતુ લગ્નના બે દિવસ પહેલા જ લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો.  


અંબાલાલ પટેલની ભયાનક આગાહી : ગુજરાતમાં ઠંડીના ત્રીજા અને આખરી રાઉન્ડની થઈ શરૂઆત


સોલંકી પરિવારની લગ્નની ખુશીઓ છીનવાઈ ગઈ 
આ જાણીને જ પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. દીકરાના લગ્નના એક દિવસ પહેલા જ દીકરાનું મોત નિપજ્યુ હતું. સોલંકી પરિવારની લગ્નની ખુશીઓ છીનવાઈ ગઈ હતી. કોઈ વિચારી પણ ન શકે તેવુ આ પરિવાર સાથે બન્યુ હતું. પરિવારે લગ્નના પ્રસંગમાં દીકરો જ ગુમાવ્યો હતો, પરિવારનો આનંદનો ઉત્સવ ગાયબ થઈ ગયો હતો. જ્યાં દીકરાના લગ્નની શરણાઈઓ વાગવાની હતી, ત્યાં જ તેની અર્થી ઉઠી હતી. આ ઘટનાથી પરિવારજનોમાં રોકકળ મચી હતી. લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ જતા લગ્નનો ઘરે સજાવવામાં આવેલો મંડપ પણ ઉતારી લેવામાં આવ્યો છે.


દર 7 મિનિટે એક ગુજરાતીને આવી રહ્યો છે હાર્ટ એટેક
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે. 


આજે પોષી પૂનમ : ગુજ્જુ ભાઈઓ માટે ‘ભાઈની બહેન જમે કે રમે?’ કહેવાનો દિવસ


હાર્ટ એટેકમાં રાજકોટ ટોચ પર 
108 ઈમરજન્સીના આંકડા અનુસાર, વર્ષ 2023માં રાજ્યમાં હૃદયરોગના કુલ 72 હજાર 573 કેસ નોંધાયા છે. જેમાં સુરત-વડોદરામાં 31 ટકા, રાજકોટમાં 42 ટકા અને અમદાવાદમાં 28 ટકા કેસ વધારો થયો છે. 42 ટકાના વધારા સાથે રાજકોટ ટોચ પર છે. સતત વધી રહેલાં હાર્ટ એટેકની ઘટના સામે ચિંતા વ્યક્ત કરવાનો સમય આવી ગયો છે. લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા ડૉક્ટર્સ સૂચના આપી રહ્યાં છે. 


ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 108એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધી કેટલા કેસ નોંધાયા.


મળો આ માણસને, જેમણે IIT છોડ્યું, UPSC પાસ કરી 12 વર્ષ પછી IAS બનીને રાજીનામું આપ્યું