રાજકોટઃ છેલ્લા ઘણા સમયથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. પ્રજા સતત વધી રહેલા ભાવથી પરેશાન છે. તો પેટ્રોલ-ડીઝલને કારણે પર્યાવરણ પર પણ ખરાબ અસર થાય છે. તેવામાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સોલાર ચાર્જિંગ ઇલેક્ટ્રિક કાર બનાવી છે. રાજકોટની આત્મિય કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આ કાર બનાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 મહિનાની મહેનત બાદ બની કાર
હાલ વધતાં જતાં પેટ્રોલના ભાવ અને પર્યાવરણમાં થતી ખરાબ અસરને ધ્યાનમાં રાખી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા સોલાર ચાર્જિંગ ઇલેક્ટ્રિકલ કાર બનાવવામાં આવી છે. રાજકોટ આત્મિય કોલેજ ખાતે  B.E ઇલેક્ટ્રિકલમાં અભ્યાસ કરતાં વૈભવ પંડ્યા, રઈશ સુમરા, અલતાફ પરમાર, દેવરત પંડ્યા, યશ નંદા તેમજ રવિ પરમાર દ્વારા હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી છેલ્લા 8 મહિનાથી આ કાર બનાવામાં મહેનત કરી રહ્યા હતાં. 


આ પણ વાંચોઃ Corona: ગુજરાત યુનિવર્સિટીની ઇમ્યુરાઇઝ હર્બલ દવાને ત્રીજા તબક્કાની ટ્રાયલની મંજૂરી મળી


ઈકોફ્રેન્ડલી છે આ કાર
આ કાર સંપૂર્ણ  ઇકોફ્રેન્ડલી છે. કાર  40 કિમી/ક્લાકની સ્પીડે ચાલે છે. આ કારની બેટરી સોલાર ઉર્જાથી ચાર્જ થાય છે. આ કાર 100 કિલોની ક્ષમતા વાળી તેમજ નાની જગ્યામાં પણ સરળતાથી વળાંક લઈ શકે તે માટે 4WD સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર ની બેટરી સંપૂણ ચાર્જ થવા માટે 5 ક્લાક નો સમય લે છે. હાલ મોટી કંપનીની  ઇલેક્ટ્રીક કારની કિમત ખૂબ વધુ છે. ત્યારે આ ગ્રુપ દ્વારા આ કાર માત્ર 25000 ના ખર્ચે બનાવામાં આવી  છે. આ વિદ્યાર્થીઓ દ્વારા એ પણ જણાવામાં આવ્યું છે કે આ કારની સફળતા જોયા બાદ તેના કરતાં વધુ ઝડપે ચાલતી તેમજ 4 લોકોની ક્ષમતા અને સંપૂણ ચાર્જ થોડા સમયમાં થય જાય તે હેતુથી હવે નવી કાર બનાવાનો પ્રયત્ન કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube