ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને તમામ પક્ષો તેના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે રાજકોટ-શહેરની દક્ષિણ બેઠક હાઇ પ્રોફાઇલ બની છે. રાજકોટ દક્ષિણ બેઠક પર ખોડલધામે લોબીંગ શરૂ કર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ દાવેદારી કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગઇકાલે (શુક્રવાર) નરેશ પટેલ અને રમેશ ટીલાળાએ ફરી ભાજપના મવડી મંડળની મુલાકાત કરી છે. નરેશ પટેલ ખાસ ચાર્ટડ પ્લેનમાં તાત્કાલિક મુલાકાત કરવા જતા રાજકારણ ગરમાયું છે. આ બેઠક પર ભાજપના ઉપાધ્યાક્ષ ભરત બોઘરા પણ લોબીંગ કરી રહ્યા છે. તો હાલના ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્થાનિકને ટીકિટ આપવાની માંગ કરી છે. ખોડલધામના લોબીંગથી રાજકારણ ગરમાઈ ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા બે દિવસથી ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે. રમેશ ટીલાળા રાજકોટ માટે સેન્સ પણ આપી ચૂક્યા છે. તેઓ ખાસ વિમાન મારફતે અમદાવાદ જઈને હાઈકમાન્ડને મળ્યા હતા અને ટિકિટની માંગ કરી હતી. ત્યારે રાજકોટ શહેરની દક્ષિણ બેઠક હવે હાઈ પ્રોફાઈલ બની ગઈ છે. ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ અને રમેશ ટીલાળાએ ગઈકાલે ભાજપના હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી છે. તેઓ અમદાવાદ આવતાં જ રાજકારણ ગરમાયું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube