ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં મોટાભાગના ધમધમતા સ્પાના આડમાં ગોરખધંધા ચાલતા હોય છે. સ્પા દેહ વેપારનું સેન્ટર બની ગયુ છે. આવામાં રાજકોટના એક સ્પામાં ગોરખધંધો થતા હોવાની ઓડિયો ક્લિપ સામે આવી છે. ‘મસ્તીની સ્ટાફ આવી છે...’ તેવુ કહી કોલર દ્વારા ગ્રાહકને ફોન કરવામાં આવ્યો હતો. સાથે જ દિલ્હી, મુંબઈ, મારવાડી, ગોવા, ગુજરાતીની સ્ટાફ અવેલેબલ છે તેવુ પણ કહેવામાં આવ્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પામાં મસાજના બદલે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો પુરાવો સામે આવ્યો છે. રાજકોટના સ્પાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં સ્પાની એક રિસેપ્શનિસ્ટે ગ્રાહકને ફોન કર્યો હતો. જેમાં તે ગ્રાહક સાથે લલચાવવાના ટોનમાં વાત કરતી સંભળાઈ રહી છે. શોકિંગ વાત તો એ છે કે, મહિલા ગ્રાહકને કહી રહી છે કે તેની પાસે અલગ અલગ રાજ્યનો સ્ટાફ અવેલેબલ છે. જે બતાવે છે કે, સ્પાના બંધ દરવાજાની પાછળ દેહ વેપારનો કેવો વેપલો ચાલે છે. 


આ પણ વાંચો : અનેક નેતાઓએ પ્રમુખ પદ મેળવવા લોબિંગ કર્યું, આખરે આ દિગ્ગજ નેતાનું નામ થયુ ફાઈનલ  


કયા સ્પાની છે ઓડિયો ક્લિપ
આ ઓડિયો ક્લિપ રાજકોટના પોશ વિસ્તારમાં આવેલ બોસ સ્પાની છે. જેમાં રિસેપ્શનિસ્ટે ગ્રાહકને ફોન કર્યો હતો. મહિલાએ ગ્રાહકને ફોન કર્યો હતો કે, મસ્તીનો સ્ટાફ છે, ક્યારે આવો છો? દિલ્હી, મુંબઈ, પંજાબ, મારવાડી, ગોવા, જમ્મુ અને ગુજરાતી મળશે. તો આગળ ગ્રાહકે રિસેપ્શનિસ્ટને પૂછ્યુ હતુ કે, બીજી સર્વિસ મળશે? તો તેના જવાબમાં રિસેપ્શનિસ્ટે કહ્યુ હતું કે, તમે આવી જાઓ, બધુ થઈ જશે. સાજ થેરપીના 1200 રૂપિયા લઈશું અને બીજી સર્વિસનો ચાર્જ તમારે નક્કી કરવાનો રહેશે.


સમગ્ર ઓડિયો ક્લિપ દર્શાવે છે કે, રાજકોટ પોલીસના નાક નીચે કેવી રીતે ગોરખધંધા ચાલી રહ્યાં છે. હજી પણ સ્પાના બંધ દરવાજાની અંદર દેહ વેપાર ચાલે છે.