ઝી મીડિયા/બ્યૂરો :નવા વર્ષના દિવસે (gujarati new year) પણ અનેક પરિવારોમાં માતમ છવાય તેવી ઘટનાઓ બની છે. નવા વર્ષે ગુજરાતભરમાં થયેલા અકસ્માતો (accident) ને પગલે કેટલાક પરિવારોમાં દુખની લાગણી ફેલાઈ ગઈ છે. રાજકોટમાં નવા વર્ષ પર એસટી બસ (st bus) ની નીચે કચડાઈ જતા યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર-રાજકોટ-જામજોધપુર રૂટની GJ-18-Z-5894 નંબરની એસટી બસે નવા વર્ષના દિવસે કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરની સામે કણકોટના પાટીયા પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે બસની અડફેટે એક બાઈક ચાલક આવ્યો હતો. GJ-03-EH-5269 નંબરની બાઈક પર પસાર થતો યુવક ટક્કરને કારણે બસના તોતિંગ પૈડા નીચે આવી ગયો હતો. જ્યાં સ્થળ પર જ તેનુ અરેરાટીભર્યુ મોત નિપજ્યુ હતું.


આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ દોડતી થઈ હતી. સાથે જ મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો પણ દ્રશ્ય જોઈ અવાક થઈ ગયા હતા. અકસ્માતના બનાવથી આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. પોલીસે મૃતક યવાનના વાલીવારસન શોધખોળ હાથ ધરી હતી.