રાજકોટના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ખૌફ કેમ છે? બે સગીરાએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું
હાલ બોર્ડની તથા શાળાની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે ચારેતરફથી વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યાં છે. નબળા મનના વિદ્યાર્થીઓ પરીક્ષાનું પ્રેશર સહન કરી શક્તા નથી, અને મોત વ્હાલુ કરી રહ્યાં છે. જોકે, માસુમ વિદ્યાર્થીઓે જેમણે જિંદગી જોઈ પણ નથી, તેઓને પરીક્ષાનું ટેન્શન આકરુ બની રહ્યુ છે. રાજકોટમાં આજે આત્મહત્યાના બે કિસ્સા સામે આવ્યા છે. રાજકોટમાં ધોરણ 8 ની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે, તો બીજી રફ, ચોટીલાની ધોરણ 12 ની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આ બંને કિસ્સા અત્યંત આઘાતજનક છે.
ગૌરવ દવે/રાજકોટ :હાલ બોર્ડની તથા શાળાની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે ચારેતરફથી વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યાં છે. નબળા મનના વિદ્યાર્થીઓ પરીક્ષાનું પ્રેશર સહન કરી શક્તા નથી, અને મોત વ્હાલુ કરી રહ્યાં છે. જોકે, માસુમ વિદ્યાર્થીઓે જેમણે જિંદગી જોઈ પણ નથી, તેઓને પરીક્ષાનું ટેન્શન આકરુ બની રહ્યુ છે. રાજકોટમાં આજે આત્મહત્યાના બે કિસ્સા સામે આવ્યા છે. રાજકોટમાં ધોરણ 8 ની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે, તો બીજી રફ, ચોટીલાની ધોરણ 12 ની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આ બંને કિસ્સા અત્યંત આઘાતજનક છે.
રાજકોટની પ્રિયદર્શીની સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. ધોરણ 8માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બપોરે સ્કૂલે જવાનું હોવાથી તે ઘરના ઉપરના રૂમમાં યુનિફોર્મ પહેરવા ગઈ હતી. યુનિફોર્મ પહેરી આવું છું તેવુ કહીને ગઈ હતી. પરંતુ આ બાદ તેણે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. સ્કૂલમાં જવાનો સમય થઈ જતા તેની માતા ઉપરના રૂમમાં બોલાવવા ગઈ હતી. જ્યાં દીકરીને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. માતાએ દીકરીને લટકતી જોઈ કલ્પાંત કર્યો હતો. બીજી તરફ, દીકરીને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જોકે, સગીરાના આપઘાત પાછળનું કારણ હજી સામે આવ્યુ છે. રાજકોટ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : પ્રેમી સાથે રંગરેલિયા મનાવ્યા બાદ વિદ્યાર્થીની થઈ ગર્ભવતી, હોસ્ટેલના બાથરૂમમાં બાળકને જન્મ આપી ફેંકી દીધું
ચોટીલાની બોર્ડની વિદ્યાર્થીનીએ ઝેર પીધુ
હાલની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, તેમાં અનેક વિદ્યાર્થીઓ ડરમાં આવી ગયા છે. આવા વિદ્યાર્થીઓ ન કરવાનુ કરી બેસે છે. ત્યારે ચોટીલાના ખેરાણા ગામમાં રહેતી ધો.12ની વિદ્યાર્થીનીએ દસ દિવસ અગાઉ ઝેરી દવા પીધી હતી. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીનીએ 28 માર્ચના રોજ દવા પીને જીવન ટુંકાવ્યું હતું. તેણે બોર્ડની પરીક્ષા ચાલુ થયાના પ્રથમ દિવસે જ સવારે ઝેરી દવા પીધી હતી. જેથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. આખરે દસ દિવસની સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. તેણે મરતા પહેલા પિતાને લખ્યુ હતું કે, ‘પપ્પા મેં ઝેરી દવા પી લીધી છે.’ તેના આ પગલાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ વર્ષનો માધવપુરનો મેળો ખાસ બની રહેશે, પહેલા ક્યારેય નહિ જોવા મળ્યું હોય તે યોજાશે