નવી દિલ્હીઃ યજમાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરૂવારે સાંજે 7.00 કલાકે ટી20 મેચનું આયોજન છે. જોકે, ગુજરાત પર 'મહા' વાવાઝોડાનું સંકટ તોળાતું હતું. હવે વાવાઝોડું તો ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને બેસી ગયું છે, પરંતુ તેની સાથે આવેલા વાદળો રાજ્યમાં ઠેર-ઠેર વરસી રહ્યા છે. રાજકોટમાં આજે આખો દિવસ વાદળો ઘેરાયેલા રહ્યા છે અને ગમે ત્યારે વરસાદ પડે તેવી સંભાવના છે. જો વરસાદ પડશે તો તેની મચ પર અસર પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટી20 મેચ દિલ્હીમાં યોજાઈ હતી. આ મેચ દરમિયાન દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખુબ જ ખરાબ થઈ ગયું હતું અને વિઝિબિલીટી પણ ઘટી ગઈ હતી. ખેલાડીઓને પ્રેક્ટિસ દરમિયાન મુશ્કેલી પડી હતી, પરંતુ ત્યાર પછી કોઈ પણ અડચણ વગર મેચ રમાઈ હતી. 


રાજકોટમાં સાંજે ભારત-બાંગ્લાદેશની મેચ, વરસાદી પાણી બાદ પીચને સૂકાવાઈ


બાંગ્લાદેશે પ્રથમ ટી20માં ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. આ રીતે તે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. જેના કારણે આજે રાજકોટમાં રમાનારી બીજી ટી20 ભારત માટે અત્યંત મહત્વની બની ગઈ છે. જો બીજી મેચ ખરાબ હવામાનના કારણે રદ્દ થાય છે તો બાંગ્લાદેશ શ્રેણીમાં અજેયની સ્થિતિમાં પહોંચી જશે. 


રાજકોટમાં બુધવારે પણ 'મહા' વાવાઝોડાની અસરના ભાગ રૂપે વરસાદ પડ્યો હતો અને આજે ગુરૂવારે પણ દિવસભર વાદળો છવાયેલા રહ્યા છે. સાથે જ શહેરમાં કેટલાક ઠેકાણે ઝરમર-ઝરમર વરસાદ પણ પડ્યો હતો. હવે એ જોવાનું રહે છે કે મેચ રમાય છે કે પછી રદ્દ થાય છે. 


ક્રિકેટ: આ યુવતી વિરાટ કોહલીને પણ ભારે પડી, ઝડપથી બનાવી નાખ્યા 2000 રન


સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારતઃ રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત, કૃણાલ પંડ્યા, શિવમ દુબે, વોશિંગટન સુંદર, દીપક ચાહર, યુજવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર.


બાંગ્લાદેશઃ મહમદુલ્લા (કેપ્ટન), લિટન દાસ, સૌમ્ય સરકાર, મોહમ્મદ નઈમ, મુશફિકુર રહીમ, અફિક હુસેન, મુસદ્દેક હુસેન, અમીનુલ ઈસ્લામ, શફીઉલ ઈસ્લામ, મુસ્તફિઝુર રહેમાન, અલ-અમીન હુસેન. 


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....