રાજકોટ: માધાપર ચોકડી નજીક પરથી યુવકની લાશ મળી, મિત્રો પર જ શંકા
રાજકોટના માધાપર ચોકડી નજીક આવેલા માધવવન પાર્ટી પ્લોટનાં મકાનની અગાસી પરથી યુવકની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી છે. મંડપ સર્વિસમાં મજૂરી કામ કરતા યુવકને પીલોર સાથે બાંધીને મુંઢ માર મારી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પીલોર સાથે બાંધેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
રક્ષિત પંડ્યા/ રાજકોટ: રાજકોટના માધાપર ચોકડી નજીક આવેલા માધવવન પાર્ટી પ્લોટનાં મકાનની અગાસી પરથી યુવકની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી છે. મંડપ સર્વિસમાં મજૂરી કામ કરતા યુવકને પીલોર સાથે બાંધીને મુંઢ માર મારી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પીલોર સાથે બાંધેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટનાં માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે આવેલ માધવવન પાર્ટી પ્લોટમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી હતી. પોલીસને ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી સહિતનો કાફળો દોડી ગયો હતો. માધવવન પાર્ટી પ્લોટનાં મકાનની છત પર પીલોર સાથે બાંધેલી હાલતમાં લાશ હોવાથી પોલીસને હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું.
ખુલ્લી ટાંકીમાં શ્રમજીવી પરિવારની 4 વર્ષના બાળકનું ડૂબી જતાં મોત, જવાબદાર કોણ?
પોલીસ તપાસમાં મૃતક યુવક ચોટીલાનાં દેવપરાનો રહેવાસી મહેશ રમેશ ઓળકીયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસનાં કહેવા મુજબ, મૃતક મહેશ ગજાનન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં મંડપ સર્વિસમાં મજૂરી કામ કરતો હતો. ઇવેન્ટ કંપનીમાં મૃતક મહેશ ખજાનચી હોવાથી રૂપીયાની લેતી-દેતી બાબતે તેની સાથે કામ કરતા ચાર જેટલા શખ્સોએ તેની હત્યા કરી હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી હતી. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી હતી.
કોંગ્રેસની CWCની બેઠક આચાર સંહિતાનો ભંગ નથી: મુખ્ય ચૂંટણી અધિકારી
કોણે અને શા માટે હત્યા કરી?
પોલીસનાં કહેવા મુજબ, મૃતક મહેશ ઓળકીયા માધવવન પાર્ટી પ્લોટની અગાસી પર જ રહેતો હતો. તેની સાથે કામ કરતા રાજસ્થાની દિનેશ, સુરો, લક્ષ્મણ અને કાળીયો આજે સવારથી ફરાર થઇ ગયા છે. મૃતક મહેશ ખજાનચી તરીકે મંડપ સર્વિસમાં મજૂરોને રૂપીયા લેતી-દેતી કરતો હતો. ગઇકાલે રાત્રે મહેશ અને તેના સાથીદારો સાત્રે અગાસી પર ગયા હતા. ત્યારબાદ આજે સવારે જ્યારે ભુરા નામનાં યુવાને તેની લાશ જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસનાં કહેવા મુજબ,મૃતક મહેશને પીલોર સાથે મંડપ સર્વિસનાં કાપડનાં પટ્ટાથી બાંધીને ઢોર મારમાર્યો હોવાનું અને શરીર પર મુંઢ ઇજાનાં નીશાન હોવાથી તેને તેનાં જ સાથીદારોએ મારમાર્યો હોવાનું સામે આવ્યું છે.
હાલ તો પોલીસ માટે આ હત્યા એક રહસ્ય બનતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, પાર્ટી પ્લોટની અગાસી પર પીલોર સાથે બાંધીને યુવકને મારમારવામાં આવ્યો અને લાશને ત્યાં જ છોડીને હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. જોકે પોલીસે હત્યારાઓની શોધખોળ કરવા અલગ અલગ ટીમોને કામે લગાવી છે. તો બીજી તરફ માધવવન પાર્ટી પ્લોટનાં માલીકે પાર્ટી પ્લોટ દિનેશ મંડપ સર્વિસને ભાડા પર આપ્યો હોવાનું સામે આવ્યું છે. હત્યા પાછળ રૂપીયાની લેતી-દેતી જ જવાબદાર છે કે, પછી સ્ત્રીપાત્ર જવાબદાર છે તે પોલીસ તપાસમાં જ સામે આવશે