RAJKOT: સેનિટાઇઝરનું અવળું ગણીત, 1 કેસ હતો ત્યારે 50 હજાર લિટર વેચાતું હવે 150 કેસ છે ત્યારે...
ગત્ત વર્ષની તુલનાએ અત્યારે માસ્ક અને સેનિટાઇઝર ખુબ જ સસ્તા થઇ રહ્યા છે. જો કે લોકોની બેદરકારી હવે મોંઘી પડી રહી છે. રાજકોટમાં પહેલો કેસ આવ્યો ત્યારે રોજનું 50 હજાર લિટર સેનિટાઇઝરનો ઉપયોગ થતો હતો. જ્યારે હવે રોજના 30 હજાર લિટર સેનિટાઇઝરનો જ ઉપયોગ થાય છે. અગાઉ સેનિટાઇઝર ખુબ જ મોંઘુ હોવા છતા પણ લોકો ધુમ ખરીદી કરતાહ તા. જો કે હવે ચોરે ચૌટે સેનિટાઇઝર વેચાઇ રહ્યા હોવા છતા લોકો આ બાબતે ખુબ જ ઉદાસીન છે.
અમદાવાદ : ગત્ત વર્ષની તુલનાએ અત્યારે માસ્ક અને સેનિટાઇઝર ખુબ જ સસ્તા થઇ રહ્યા છે. જો કે લોકોની બેદરકારી હવે મોંઘી પડી રહી છે. રાજકોટમાં પહેલો કેસ આવ્યો ત્યારે રોજનું 50 હજાર લિટર સેનિટાઇઝરનો ઉપયોગ થતો હતો. જ્યારે હવે રોજના 30 હજાર લિટર સેનિટાઇઝરનો જ ઉપયોગ થાય છે. અગાઉ સેનિટાઇઝર ખુબ જ મોંઘુ હોવા છતા પણ લોકો ધુમ ખરીદી કરતાહ તા. જો કે હવે ચોરે ચૌટે સેનિટાઇઝર વેચાઇ રહ્યા હોવા છતા લોકો આ બાબતે ખુબ જ ઉદાસીન છે.
આજેપણ આ ઓરડો ગાંધીજીની જીવંત સ્મૃત્તિનો છે સાક્ષી, બાપૂએ અહીં કર્યું હતું રાત્રિ રોકાણ
રાજકોટમાં ડ્રગીસ્ટ કેમિસ્ટ એસોસિએશનના આંકડાઓ અનુસાર ગત્ત માર્ચ માસથી લઇને સપ્ટેમ્બર સુધી એક મેડિકલમાંથી રોજનાં 150 કેરબા આવતા હતા. તેમ છતા પણ તે ખુટી પડતા હતા. જો કે હવે માત્ર 15 કેરબા જ વેચાય છે. છેલ્લા ચાર મહિનાઓથી સેનિટાઇઝર અને માસ્ક બંન્નેનો વપરાશમાં ઘટાડો નોંધાયો છે. અત્યારે મેડિકલમાં 2 લીટર સેનિટાઇઝરની બોટલ ગ્રાહકો પ્રવેશે તે પહેલા ઉપયોગ માટે રાખી છે. જો કે 5 દિવસે પણ તે ખાલી નથી થતી. લોકો અંદર પ્રવેશતા સમયે સેનિટાઇઝરનો ઉપયોગ ટાળે છે. જ્યારે ગત્ત માર્ચ મહિનામાં 5 લિટરની બોટલ આટલા ઓછા સમયમાં વપરાઇ જતી હતી.
અતુલ બેકરીના માલિકનો હિટ એન્ડ રનનાં કેસમાં પોલીસ ભીનુ સંકેલવાનાં મુડમાં, હળવી કલમો લગાવતા અનેક સવાલ
ગત્ત માર્ચ મહિનામાં કોરોનાનો એક જ કેસ રાજકોટમાં આવ્યો ત્યારે કોરોનાથી બચવા માટે લોકો માસ્ક 300થી લઇને 500 રૂપિયા સુધીમાં N 95 માસ્કનો ઉપયોગ કરી રહ્યા હતા. જો કે હવે જ્યારે ગુજરાતમાં કોરોનાની બીજી લહેર આવી ચુકી છે અને અત્યારે કોઇ પણ પ્રકારનો માસ્ક કે સેનિટાઇઝરનો ખોટો ખર્ચ નથી કરી રહ્યા. એક માસ્ક ધોઇ ધોઇને વાપરી રહ્યા છે. તો બીજી તરફ સેનિટાઇઝર પણ કોઇ દુકાન કે અન્ય મિત્રનું માંગીને ક્યારેક ક્યારેક વાપરી લેતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube