મૌલિક ધામેચા/અમદાવાદ: આજકાલ રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે તાજેતરમાં જ રાજકોટમાં સગીરવયની દીકરી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જેને પગલે રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી હતી. પરંતુ ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી લેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં જાણવા મળી રહેલી માહિતી પ્રમાણે, ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, જેમાં એક આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી વિજય ડાંગર નામના યુવકની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા તે પોતે રાજકોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તે રાજકોટ અને અમદાવાદ સહિત અલગ-અલગ શહેરોમાં ટાઇલ્સ ક્લીનિંગનું કામ કરે છે, અને અગાઉ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં તેમજ થોરાળા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાયો હોવાનું પણ સામે આવ્યું છે.


ભાવનગરમાં યુવકે ફટાકડાનો હાર લઈને જોખમી સ્ટંટ કરતો જોવા મળ્યો, રાહદારીઓમાં ડરનો માહોલ


મહત્વનું છે કે પકડાયેલ આરોપીએ પોલીસ પુછપરછમાં કબૂલ્યું હતું સગીરાને મોબાઈલ નંબરની ચિઠ્ઠી આપી ફોન કરવાનું જણાવી ફોન નહીં કરે તો સમાજમાં બદનામ કરી નાખીશ તેવી ધમકી પણ આરોપી આપતો હતો. જે બાદ સગીરા ઘરે એકલી હોવાથી તેનો ફાયદો ઉઠાવીને તેના ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. 


GUJARAT CORONA UPDATE: આજે ફરી એકવાર કોરોના કેસ વધ્યા, સૌથી વધુ વડોદરામાં નોંધાયા


અંતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી ઘણા દિવસોથી ફરાર હતો. ત્યારે તે અમદાવાદ શહેરમાં હોવાની માહિતીના આધારે તેની ધરપકડ કરાઈ છે. અને પૂછપરછ બાદ આરોપીને રાજકોટ પોલીસને સોંપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube