RAJKOT: પોલીસ પર હુમલો કરનારા માથાભારે શખ્સને પોલીસે જાહેરમાં કરી સરભરા
શહેરમાં પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત કુકી ભરવાડ સહિત પાંચ શખ્સોની માલવિયાનગર પોલીસે ધરપકડ કરી છે. શનિવારે ખોડીયારનગર પાસે આવેલી હોટલે કુકી ભરવાડને પકડવા ગયેલી પોલીસ પર 15 શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં પીએસઆઇ સહિત ત્રણ કોન્સ્ટેબલને ઇજા પહોંચી હતી. હાલ પોલીસે કુકી ભરવાડનું તેનાં જ વિસ્તારમાં સરઘલ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું.
ગૌરવ દવે/રાજકોટ : શહેરમાં પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત કુકી ભરવાડ સહિત પાંચ શખ્સોની માલવિયાનગર પોલીસે ધરપકડ કરી છે. શનિવારે ખોડીયારનગર પાસે આવેલી હોટલે કુકી ભરવાડને પકડવા ગયેલી પોલીસ પર 15 શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં પીએસઆઇ સહિત ત્રણ કોન્સ્ટેબલને ઇજા પહોંચી હતી. હાલ પોલીસે કુકી ભરવાડનું તેનાં જ વિસ્તારમાં સરઘલ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું.
પુરુષનું લિંગ કેટલું જાડું કે લાંબું હોય તો સ્ત્રીને મળી શકે છે સંતોષ? જાણો ડોક્ટર શું કહે છે?
રાજકોટમાં માલવિયાનગરના પીએસઆઇ પર હુમલો કરનાર કૂકી ભરવાડ સહિત પાંચ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા અને કૂકી ભરવાડનું સરઘસ કાઢ્યુ હતુ,.બે દિવસ પહેલા મારામારીના કેસમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને ડી સ્ટાફની ટીમ તેને 150 ફૂટ રિંગ રોડ પર પકડવા માટે પહોંચી હતી ત્યારે કૂકી ભરવાડ અને તેના સાગ્રીતો દ્રારા પોલીસ પર હુમલો કર્યો હતો.જે બાદ પોલીસે રાજુ ઉર્ફે કુકી ભરવાડ,ગેલા શિયાળીયા,માલા શિયાળીયા,નયન કરંગીયા અને પિયુષ ચૌહાણની ધરપકડ કરી છે.પોલીસના કહેવા પ્રમાણે કુકી ભરવાડ વિરુધ્ધ અનેક ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.કુકી ભરવાડ ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવી અને તેને ભાડે આપીને કમાણી કરતો હોવાનું સામે આવ્યુ છે.કુકી વિરુધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેમિંગની અરજી થઇ હતી જેનો ખાર રાખીને કુકીએ ફરિયાદેને માર માર્યો હતો.હાલમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે 6 શખ્સો હજુ પોલીસ પકડથી બહાર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે..
Gujarat Corona Update: ગુજરાતમાં દર મિનિટે સરેરાશ 3 લોકોને થઇ રહ્યો છે કોરોના, રેકોર્ડ 3160 કેસ
પોલીસનાં કહેવા મુજબ, આરોપી રાજૂ ઉર્ફે કુકી છેલા શિયાળીયા, ગેલા સામંત શિયાળીયા, માલા ગેલા શિયાળીયા, નયન ખીમજી કરંગીયા અને પિયુષ કાંતિ ચૌહાણની ઘરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી કુકી શિયાળીયા સામે 7 ગુનાઓ નોંધાઇ ચુક્યા છે જ્યારે આરોપી પિયુષ ચૌહાણ પર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ નોંધાય ચુક્યા છે. જ્યારે પકડવાનાં બાકી આરોપીમાં રાજેશ ઉર્ફે રાજુ સંગ્રામ પર પાંચ ગુનાઓ અને કરશન જોગરાણા પર એક અને નવઘણ જોગરાણા પર એક ગુનો નોંધાયેલો છે. પોલીસનાં સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, આરોપીઓ ગેંગ બનાવેલી હોવાથી પોલીસ ગુજસીટોકનો ગુનો પણ દાખલ કરી શકે છે.
SURAT: લોકડાઉને કર્મકાંડી બ્રાહ્મણને એવું કરવા મજબુર કર્યો કે પોલીસ પણ બે ઘડી વિચારમાં પડી
હાલ તો પોલીસે આરોપી કુકી ભરવાડની ધરપકડ કરી જેલનાં સળિયા ગણતો કરી દીધો છે. પરંતુ પોલીસ પર હુમલો કરવો કેટલો વસમો પડે છે તેના માટે પોલીસે પણ તેને કાયદાનું ભાન કરાવ્યું હતું અને તે જે જગ્યાએ દાદાગીરી કરતો હતો તે જગ્યાએ લઇ જઇ પોલીસે સરઘસ કાઢ્યું હતું. પોલીસે લોકોમાંથી કુકી ભરવાડનો ડર ઉડાવવા માટે જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube