રાજકોટમાં 1.50 કરોડથી વધુની જૂની નોટ સાથે બેની ધરપકડ
નોટબંધીની નોટબંધીનો આશરે દોઢ વર્ષ જેટલો સમય પસાર થવા છતાં જૂની નોટ ઝડપાવાનો સિલસિલો યથાવત્ છે.
રાજકોટઃ શહેરના શાસ્ત્રી મેદાન પાસેથી 1.5 કરોડથી વધુ કિંમતની જૂની નોટો સાથે SOG પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે. આ બન્ને આરોપીઓ જૂની નોટો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં SOG પોલીસે તપાસ આદરી છે. મહત્વની વાત એ છે કે નોંટ બંધીને 2 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છત્તા મોટા પ્રમાણમાં વારંવાર જૂની નોટોનો જથ્થો મળી આવે છે. આ જૂની નોટોનો પણ વેપાર થાય છે? શું હજુ પણ જૂની નોટોની નવી નોટો મળી રહી છે? શું આ નોટો આ આરોપીઓની છે કે આ ખાલી મોહરા છે? આ સમગ્ર સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.