Heart Attack : સતત વધી રહેલા હ્રદયરોગના હુમલાએ લોકોની ચિંતા વધારી દીધી છે. એક સમય એવો હતો જ્યાં ઉમરલાયક લોકો જ હાર્ટએટેકનો શિકાર બનતા હતા. પરંતું હવે તો જુવાનજોધ લોકો હાર્ટએટેકથી મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકોટમા આજે હાર્ટએટેકથી એકસાથે બે યુવકોને મોત આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં જન્માષ્ટમીનાં કાર્યક્રમમાં હાર્ટ એટેક આવતા યુવકનું મોત નિપજ્યું છે. 25 વર્ષીય જતીન સરવૈયા નામના યુવકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાસે વીર હનુમાનજી ચોક પાસે આ બનાવ બન્યો હતો. જન્માષ્ટમીના કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જતીનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જતીન સરવૈયા (ઉ.વ.25) ના  મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. 


 


કંપારી છુટે તેવા લાઈવ ફૂટેજ, ત્રીજા માળેથી પટકાયેલો યુવક ગરબા રમતી મહિલા પર પડ્યો


વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.


ભાજપના આ દિગ્ગજ નેતા જાહેર કાર્યક્રમમાં ક્યારેય હાર પહેરતા નથી, સામે આવ્યું સિક્રેટ