રાજકોટઃ રાજકોટ શહેર અને જિલ્લો ગુનાખોરીની બાબતમા મોખરાનુ સ્થાન ધરાવતુ થઈ ચુક્યુ છે. ત્યારે ઉપલેટા પોરબંદર રોડ પર આવેલ ક્રિષ્ના સ્કૂલમા જીવતો બોમ્બ મળી આવ્યો હતો. ત્યારે બોમ્બ મળ્યાની પોલિસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે બોમ્બ ડિઝપોઝલ સ્કવોડ પહોંચી જઈ બોમ્બને ડિફયુઝ કર્યો હતો. ત્યારે પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપલેટા પોરબંદર હાઇવે ઉપર આવેલી ક્રિષ્ના સ્કૂલમાં કુરીયર મારફત બોમ્બ મોકલવામા આવ્યો હતો. જે ઘટનાથી સ્કૂલમા કામ કરતા કર્મીઓ પણ અજાણ હતા.  ગત શનિવારે સ્કૂલ સંચાલકના નામથી કુરીયર મોકલવામા આવ્યુ હતુ. જે પાર્સલ ગત મોડી સાંજે ખોલતા શંકાસ્પદ વસ્તુ જણાઈ આવી હતી. જે બાદ સ્થાનિક પોલિસને જાણ કરાતા એસીપી કક્ષાના અધિકારી પહોંચી ગયા હતા. જે બાદ બોમ્બ જણાતા રાજકોટ એસપી બલરામ મિણા અને બિડીએસની ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ બોમ્બને અવાવરૂ સ્થળે લઈ જઈ તેને ડિફયુઝ કરવામા આવ્યો હતો. 


ભૂતપુર્વ વિદ્યાર્થીના નામથી એક પાર્સલ સ્કૂલ સંચાલક કમ પ્રિન્સીપાલને મોકલવામા આવ્યુ હતું. પરંતુ પોલીસે તપાસ કરતાં જે નામથી પાર્સલ આવ્યું છે તે નામનો કોઇ ભૂતપૂર્વ છાત્ર નથી. બોમ્બની બનાવટમા ૮ જીલેટીન સ્ટીક, ૯ ડિટોનેટર અને અર્થીંગ માટે ફીટ કરાયેલી બેટરી સહિતના પદાર્થો વાપરવામા આવ્યા હતા.