Rajkot News રાજકોટ, ઉપલેટા : રાજકોટ જિલ્લાના  ઉપલેટાના ઉદ્યોગપતિ અને આહીર સમાજના આગેવાનનું મુંબઈની હોટલમાં હત્યા થતા ચકચાર મચી ગઈ છે. ઉપલેટાના ઉદ્યોગપતિ અને આહીર સમાજના આગેવાન કાળાભાઈ રામભાઈ સુવાનું મુંબઈની હોટલમાં ખૂન થયું હતું. તેમના ચહેરા અને ગરદન પર અસંખ્ય ઘા જોવા મળ્યા હતા. તો હોટલમાંથી તેમની રૂપિયાની બેગ અને પહેરલ સોનાના દાગીના ગુમ થયા હોવાનુ કહેવાય છે. ઉપલેટાના આહીર અગ્રણીની લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની આશંકા મુંબઈ પોલીસે સેવી છે. જોકે, આ હત્યામાં હોટલના વેઈટર જ કાળાભાઈની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ નજીક થાણેના જંબલીનાકા વિસ્તારની પ્રિન્સ હોટલમાં લૂંટના ઇરાદે વેઈટર દ્વારા બરફ કાપવાના સુયાથી હત્યા કરી હતી. મૂળ ઉપલેટાના ખાખી જાળીયા ગામના અને વર્ષોથી ઉપલેટા ખાતે રહેતા અગ્રણી કાળાભાઈ રામભાઈ સુવા કોઈ કારણોસર મુંબઈ ગયાહ તા. તેઓ થાણેની પ્રિન્સ હોટલમાં રોકાયા હતા. રાતે 12 થી 12.30 વાગ્યાની આસપાસ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાદ મુંબઈ પોલીસ દોડતી થઈ હતી.


ભાજપે સાંસદોને કામે લગાડ્યા, જીતવુ હોય તો આટલુ કરવુ પડશે એવુ કહી મેદાનમાં ઉતાર્યા


મુંબઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા જાણવા મળ્યું કે, હોટલના વેઈટરે જ બરફ કાપવાના છૂરાથી કાળાભાઈની હત્યા કરી હતી. વેઈટરે બરફ કાપવાના છૂરાથી કાળાભાઈના ચહેરા તેમજ ગરદન પર 10 થી વધુ ઘા ઝીંક્યા હતા. આ બાદ વેઈટર તેમની પાસેની રોકડની બેગ, કિંમતી ઘડિયાળ અને સોનાની વીંટી લઈને ગાયબ થઈ ગયો હતો. 


ગુજરાતમાં હજી બે દિવસ વરસાદી તાંડવ : આ શહેરોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી


મુંબઇ પોલીસે વેઇટરનું પગેરું દબાવવા તેનું લોકેશન જાણવા સહિતની તપાસ આરંભી છે. તો બીજી તરફ કાળાભાઈ સુવાના કુટુંબીજનો તેમનો પાર્થિવ દેહ લેવા રવિવારે સવારે મુંબઈ પહોંચ્યા હતા. કાળાભાઈ રામભાઈ સુવા ઉપલેટાના આહીર સમાજના નામાંકિત ઉદ્યોગપતિ છે. ત્યારે આ આહીર અગ્રણીની અંતિમ યાત્રા રાત્રે ઉપલેટાના નિવાસ સ્થાનેથી આજે તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. 


અગ્રણી ઉદ્યોગપતિ હોવાથી કાળાભાઈની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં આહીર સમાજના શહેર તેમજ ગામ લોકો ઉમટી પડ્યા હતી. 


લવિનાના તો અંતિમ સંસ્કાર થઈ ગયા, પછી સિદ્ધપુરની પાઈપલાઈનમાંથી કોના માનવ અંગો મળ્યા?