ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) માં કોરોના (Coronavirus) નું સંક્રમણ વધતા હવે વેપારીઓ (Traders) હરરકતમાં આવ્યા છે. રાજકોટ (Rajkot) નાં યુઝ્ડ કાર (Car) એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન (Lock Down) કરીને આઠ દિવસ સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. લાખો રૂપીયાનું નુકસાન જશે પરંતુ કોરોનાની ચેઇન તોડવી જરૂરી હોવાનું વેપારીઓનું કહેવું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ (Rajkot) માં કોરોનાનું સંક્રમણ વધતા હવે વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉન (Lock Down) કરી રહ્યા છે. રાજકોટનાં 150 રોડ પર આવેલા યુઝ્ડ કાર એસોસિએશન (Car Association) દ્વારા આજ થી અઠવાડીયા સુધી ધંધા રોજગાર બંધ રાખીને સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. 


સાત જેટલા કેસ એસોસિએશનનાં સભ્યોને કોરોના પોઝીટીવ કેસ નોંધાતા નિર્ણય કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું જૂની કારનું માર્કેટ આવેલું છે. 100 થી વધુ વેપારીઓ રાજકોટમાં જૂની કારના વેચાણનાં વ્યવસાય સાથે જોડાયેલા છે. સાથે જ અન્ય બજારોનાં વેપારીઓને પણ સાવચેત રહેવા અને સ્વૈચ્છીક લોકડાઉન કરવા અપિલ કરી રહ્યા છે.


સૌથી મોટી જૂની કાર વેંચાણ બજાર બંધ
યુઝ્ડ કાર એટલે કે જૂની કારનું વેંચાણ સૌરાષ્ટ્ર (Saurashtra) માં સૌથી વધુ થાય છે. જેથી રાજકોટ (Rajkot) નાં 150 ફુટ રોડ પર યુઝ્ડ કાર વેંચાણ માટેની બજાર આવેલી છે. જેમાં અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ સહિતનાં જીલ્લાઓમાંથી કાર વેંચવા અને ખરીદી કરવા માટે લોકો આવે છે. પરંતુ યુઝ્ડ કાર એસોસિએશનનાં સાત જેટલા સભ્યો કોરોના સંક્રમિત થતા સ્વૈચ્છીક લોકડાઉન (Lock Down) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું યુઝ્ડ કાર એસો.ના પ્રમુખ ભરતભાઇએ જણાવ્યું હતું.