રાજકોટઃ શહેરના ૧પ૦ ફૂટ રીંગ રોડ પર આવેલ રાધા પાર્કમાં રહેતી પરીણિતાએ તેમના સાસરિયા તથા પતિ તરફથી ત્રાસ અપાયાની ફરીયાદ કરવાને બદલે કે માતા-પિતાના ઘરે જવાના બદલે નજીકના  શિવ સાંઇધામ મંદિર ઉપવાસ પર બેસીને ગાંધીગીરી કરતા ભારે હલચલ મચી જવા પામી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માધ્વીનો આક્ષેપ છે કે પતિએ ઢોર માર મારી તેને રસ્તા પર કાઢી મુકી છે. આ જ કારણોસર હવે તેને ધરણાં પર ઉતરવું પડ્યું છે. છેલ્લા ચાર દિવસથી તે ભુખી અને તરસી શિવસાંઈધામ મંદિરમાં બેઠી છે અને એક જ માગણી કરી રહી છે કે સાસરિયા પક્ષના સભ્યો તેને પરત લઈ જાય.


જોકે મહિલાના પતિએ આ તમામ આરોપોને ફગાવ્યા છે. સાથે જ મહિલા માધ્વી પર આરોપ લગાવ્યો છે કે તે ઘર પર કબજો કરવા માગે છે. જો કે, તેણે માધવીને સાથે રાખવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.


પતિ અને પત્ની એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ત્યારે એ તો તપાસ બાદ જ ખબર પડશે કે, કોણ સાચું અને કોણ ખોટું..? પરંતુ જો માઘ્વી સાચી છે તો સવાલ જરૂર થાય કે મહિલાઓ પર થતાં અત્યાચાર ક્યારે અટકશે..?