રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટના યુનીવર્સીટી પોલીસ મથકના મહિલા ASI ખુશ્બુ કાનાબાર અને સાથી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની કાલાવડ રોડ પર આવેલ ખુશ્બુના ઘરમાંથી ગોળીથી વિંધાયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેને લઇ પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી FSL ની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ગઈકાલે FSL રીપોર્ટ આવતા ની સાથે સમગ્ર મામલે નવો વળાંક સામે આવ્યો છે. ચાર દિવસથી એક એવી ચર્ચા ચાલતી હતી કે, રવિરાજસિંહે પહેલા ખુશ્બુની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યા કરી છે. જે દિશા તરફ પોલીસ આગળ તપાસ કરી રહી હતી અને એવામાં એફ.એસ.એલ રિપોર્ટમાં ખુશ્બુના ખભા પરથી ગન પાઉડર મળી જતા ખુશ્બુએ પહેલા રવિરાજની હત્યા નિપજાવી, અને બાદમાં પોતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠાકોર સમાજમાં 12 વિચિત્ર નિયમોનુ ફરમાન, દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો પિતાને 1.50 લાખનો દંડ


શું હતો ખુશ્બુ અને રવિરાજસિંહ વચ્ચે સબંધ?
રાજકોટ ઝોન-2ના ડીસીપીપી મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે, પોલીસના જણાવ્યા મુજબ રવિરાજસિંહ જાડેજા અને મહિલા ASI ખુશ્બુ કાનાબાર વચ્ચે છેલ્લા 9 મહિનાથી પ્રેમ સબંધ હતો. જેના આધારે બનાવ બાદ પોલીસે બંન્નેના મોબાઈલ ફોન , કોલ ડિટેઇલ, સીસીટીવી ફૂટેજ, વોટ્સએપ ચેટીંગ સહિતના મુદ્દે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, રવિરાજ રોજ રાત્રેના ખુશ્બુના ઘરે જતો હતો અને રાત્રિના ૨ થી ૩ વાગ્યા આસપાસ તે પોતાના ઘરે પરત ફરતો હતો. એટલું જ નહિ પરંતુ ૧૫ દિવસ પૂર્વે બંન્ને સાથે બહાર ફરવા ગયા હતા. તે સમયે રવિરાજના મોબાઈલ ફોન પર તેની પત્નીનો ફોન આવતા રવિરાજ અને ખુશ્બુ વચ્ચે ઝઘડો પણ થયો હતો. ઉપરાંત રવિરાજ ખુશ્બુને આર્થિક રીતે મદદ પણ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 


ફોઈના ઘરે રજામાં આવેલી મનાલીને અમદાવાદની રાઈડમાં મોત મળ્યું, અંતિમવિધિમાં આખુ ગામ હિબકે ચઢ્યું


સમગ્ર બનાવને કેવી રીતે આપવામાં આવ્યો અંજામ?
10 તારીખની રાત્રે મહિલા ASI ખુશ્બુ, કોન્સ્ટેબલ રવિરાજ, સાથી ASI વિવેક કુછ્ડીયા અને તેના પત્ની સાથે બહાર ખરીદીમાં ગયા હતા અને બાદમાં ૧૧.૩૦ અરસામાં ખુશ્બુ અને રવિરાજ ખુશ્બુના ફ્લેટ પર પરત ફર્યા હતા. રાત્રિના 9 વાગ્યે રવિરાજના ફોન પર તેના પત્નીનો ફોન આવ્યો હતો. જે રવિરાજે કટ કર્યો હતો. બાદમાં ૩ વાગ્યે અને ૬ વાગ્યે ફરી ફોન કરતા જે ફોન રિસીવ ન થતા તેના પત્નીએ રવિરાજના પિતાને જાણ કરી હતી. બાદમાં રવિરાજના પરિવારજનો પોલીસ સ્ટેશન ગયા હતા અને ત્યાંથી તેઓ ખુશ્બુના ફ્લેટ પર પહોંચ્યા હતા. જ્યાં દરવાજો ન ખૂલતા એ-વિંગના ૪૦૧ નંબરના ફ્લેટથી પાછળના ભાગેથી ખુશ્બુના ફ્લેટમાં પ્રવેશ કરાયો હતો. અહીં બંન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. આ સમયે રવિરાજસિંહના ખોળામાં અર્ધ નિર્વસ્ત્ર હાલતમાં ખુશ્બુ પડેલી હતી અને તેના હાથમાં તેની સર્વિસ રિવોલ્વર પણ મળી હતી. 


આજે ચંદ્રગ્રહણ પણ ગુજરાતનું એકમાત્ર આ મંદિર ખુલ્લુ રહેશે, રાત્રિ દર્શન માટે દ્વાર ખુલ્લા મૂકાશે



પોલીસના જણાવ્યા મુજબ, રવિરાજ રાત્રે ૩ વાગ્યાની આસપાસ ઘરે જતો હતો. એ જ મુજબ જ્યારે બનાવના દિવસે તે ઘરે જવાની તૈયારી કરતો હતો એ સમયે ખુશ્બુએ પાછળથી ગોળી મારી હત્યા નિપજાવી હતી. આ ગોળી ૧.૮ સેન્ટીમીટર પ્રવેશી ૧.૩  સેન્ટીમીટરબહાર નીકળી હતી. બાદમાં ખુશ્બુએ રવિરાજના માથામાંથી નીકળતા લોહીને ઓસીકાથી દબાવી રોકવા પ્રયત્ન કર્યા હતો અને બાદમાં ખુશ્બુએ આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો. જેમાં બે મિસ ફાયર થયા હતા અને ત્રીજી ગોળી ખુશ્બુને જમણા લમણે ૪.૫ સેન્ટીમીટરથી પ્રવેશી ૩ સેન્ટીમીટર ડાબા લમણેથી બહાર નીકળી હતી. બંન્ને વચ્ચેની ગોળીના અંતરમાં માત્ર અઢી ગણો તફાવત છે. જેથી સાબિત થાય છે કે ખુશ્બુ એ પોતે રવિરાજને દૂરથી ગોળી મારી હતી અને પોતે જાતે ગોળી મારી આત્મહત્યા કરી છે.


એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ મામલો સ્પષ્ટ થયો છે કે, મહિલા ASI ખુશ્બુ કાનાબારે રવિરાજની હત્યા નિપજાવી બાદમાં પોતે આત્હમહત્યા કરી છે. હાલ પોલીસ દ્વારા રવિરાજના પરિવારજનોની ફરિયાદ લઈ ખુશ્બુ વિરુદ્ધ હત્યાનો અને આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવશે. સાથે જ ખુશ્બુના ફ્લેટની અંદર તેના સાથી ASI વિવેક કુછ્ડીયા પોતાની સર્વિસ રિવોલ્વર ભૂલી જવા મામલે પોલીસ દ્વારા તપાસ કરી એસીપી પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જેની સામે પણ ખાતાકીય પગલા લેવામાં આવશે. ત્યારે સમગ્ર મામલે વિવેક સામે પોલીસ ક્યાં પ્રકારના પગલા લેશે તે જોવું રહ્યું અને સાથે જ ખુશ્બુના ખૂની ખેલ મામલે તપાસ દરમિયાન નવા કોઈ ખુલાસા થાય છે કે કેમ તે જોવું રહ્યું....??


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :