રક્ષિત પંડ્યા/રાજકોટ : રાજકોટમાં તાજેતરમાં એક મહિના મેલડી માતાના મંદિર પાસે સતના પારખા કરાવવામાં આવ્યા હતા. માત્ર 20 હજાર રૂપિયાની ઉઘરાણીમાં મહિલાના હાથ ગરમ તેલમાં બોળાવ્યા હતા અને સત્યના પારખા કરાવ્યા હતા. ત્યારે મહિલાએ પોતાના પર થયેલ આ અત્યાચાર મામલે પોલીસના દરવાજા ખખટાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"196949","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SatnaParkha.JPG","field_file_image_title_text[und][0][value]":"SatnaParkha.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SatnaParkha.JPG","field_file_image_title_text[und][0][value]":"SatnaParkha.JPG"}},"link_text":false,"attributes":{"alt":"SatnaParkha.JPG","title":"SatnaParkha.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


ભોગ બનનાર મહિલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેમના દ્વારા સંજય નામના વ્યક્તિને ઉછીના ૨૦ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. જે પરત ન આપવા માટે સતના પારખા કરાવવામાં આવ્યા છે. જોકે આ મામલે મહિલા દ્વારા પોલીસને માત્ર લેખિત અરજી આપવામાં આવેલ છે. પોલીસ ફરિયાદ કરવામાં આવેલ નથી. 


ત્રણ ત્રણ વખત ઉકળતા તેલમાં હાથ નાખવાથી દાઝેલી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તો બીજી તરફ, એક પ્રેમ પ્રકરણના મામલે પણ મહિલાનો હાથ તેલમાં નાંખ્યો હોય તેવી પણ વાતો મહિલાએ કહી હતી.