Rakshabandhan 2023 ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના એક મહિલાએ અનોખી રાખડી તૈયાર કરી છે. જેનો ઉદ્દેશ માત્ર રક્ષાબંધન પર રાખડી બાંધીને ભાઈની રક્ષા કરવાનો નહિ પરંતુ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાનો છે. 1 ઇંચની સાઈઝની આ રાખડીમાં હનુમાન ચાલીસા છે. જેને તમે પોકેટમાં પણ રાખી શકો છો. જુઓ કેવી છે આ રાખડી..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનરેશન, સંસ્કૃતિ તરફ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે બહેનો બજારમાં રાખડીની ખરીદી કરતી જોવા મળી રહી છે.જે બહેનોના ભાઈ વિદેશ રહે છે.તે બહેનો અત્યારથી જ રાખડી લઈને ભાઈ અને ભાભીને રાખડી મોકલવા માટે તૈયારી કરી રહી છે. ત્યારે રાજકોટમાં એક બહેને એક એવી રાખડી બનાવી છે કે જેને ચર્ચા અત્યારે આખા રાજકોટમાં થઈ રહી છે. રાજકોટના હિનલ રામાનુજે હનુમાન ચાલીસાવાળી રાખડી બનાવી છે. કારણ કે એક બહેન પોતાના ભાઈની રક્ષા કરવા માટે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધે છે. ત્યારે રાખડીમાં બહેને હનુમાન ચાલીસાવાળી રાખડી બનાવી છે. જેથી આજની જનરેશન આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે અને ભાઈની રક્ષા પણ થઈ શકે. હિરલ રામાનુજએ કહ્યું કે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે મને એમ થયું કે આ વખતે કંઈક અલગ રીતે રાખડી બનાવું. કારણ કે એક બહેન પોતાના ભાઈની રક્ષા માટે આ રાખડી બાંધતી હોય છે. જે વસ્તુને મે ધ્યાનમાં લઈને હનુમાનજીની રાખડી બનાવી છે.જેમાં આખી હનુમાન ચાલીસા જ આવી જાય છે.


H-1B વિઝાની લોટરી ન લાગી તો ટેન્શન ન લેતા, અમેરિકા જવાના આ રસ્તા પણ ખૂલ્યા છે


લોકો હનુમાન ચાલીસા રાખડીમાંથી વાંચી શકે તે રીતે આ રાખડી ડિઝાઈન કરવામાં આવી છે. આ હનુમાન ચાલીસા ખુબ જ નાની તૈયાર કરવામાં આવી છે. જેથી હાથમાં મોટી પણ ન લાગે અને વાંચી પણ શકાઈ. આપણી સંસ્કૃતિમાં રાખડી પધરાવવાનું ખાસ મહત્વ છે. જેથી તમે આ રાખડીમાંથી હનુમાન ચાલીસા નીકાળીને તમે પોકેટમાં રાખી શકો છો અને દોરો તમે પધરાવી શકો છો. આ હનુમાન ચાલીસા તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો અને તેના પાઠ કરી શકો એ રીતે આ રાખડી ડિઝાઈન કરવામાં આવી છે. હિનલબેને કહ્યું કે અત્યારે લોકો ડિઝીટલાઈઝેશન તરફ આગળ વધ્યા છે. એટલે કદાચ આપણી સંસ્કૃતિ ભુલાઈ રહી છે. અત્યારે લોકોને કોઈ પણ પાઠ કરવાનું કહેવામાં આવે તો તેઓ કરતા નથી. જેથી કોઈ તહેવાર પર આ રીતે આપણે આપણી સંસ્કૃતિ સાચવીએ તો વધારે સારૂ.. જેથી લોકોને પણ પોતાની સંસ્કૃતિ યાદ રહે. 


કેનેડા જઈ આવું પણ થાય છે, 500 વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકી ગયું, હવે ના ઘરના ના ઘાટના


હિનલબેને કહ્યું કે રાખડી વહેચીને આમાંથી કમાણી કરવાનો અમારો હેતુ નથી. પણ લોકો આપણી સંસ્કૃતિ સાથે જોડાઈ આ સાથે જ દરેક લોકોના ઘરમાં હનુમાન ચાલીસા પહોંચે અને તેના પાઠ થાય એ અમારો મુખ્ય હેતુ છે. ત્યારે હિરલબેનનો આ એક પ્રયાસ કદાચ આજની જનરેશનને આપણી સંસ્કૃતિ તરફ વાળી શકે છે.