Rajkot Raid: રાજકોટની સ્ત્રીઓ બની રણચંડી, દારૂની મહેફિલ પર દરોડા પાડી પુરુષોને ઘરમાં પૂરી દીધા
Raid On Liquor Party : રાજકોટમાં તિરુપતિ નગરમાં દારૂની મહેફિલ સામે મહિલાઓએ ખોલ્યો મોરચો..... મહેફિલ માણતા આરોપીઓને પૂરી દીધા ઘરમાં.... 8 આરોપીઓ સકંજામાં....
Raid On Liquor Party ગૌરવ દવે/રાજકોટઃ તિરુપતિ નગર સોસાયટીમાં દારૂની મહેફિલ સામે રાજકોટની મહિલાઓએ મોરચો માંડ્યો હતો. દારૂ પાર્ટી કરતા શખ્સોને મહિલાઓએ ઘરમાં જ બંધ કર્યા હતા અને પોલીસ બોલાવી હતી. 8 થી વધુ શખ્સો મહેફિલ કરતા હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો હતો. જેમાં 5 થી 6 શખ્સો ભાગી ગયા હતા. જેના બાદ ગાંધીગ્રામ પોલીસ સ્થળ પર પહોંચી હતી.
રાજકોટના નિર્મલા રોડ નજીક આવેલી તિરુપતિ નગર સોસાયટીમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી. સોસાયટીની મહિલાઓએ દારૂની પાર્ટી કરતા શખ્સોને તેમના ઘરમાં જ પૂરી દીધા હતા. 6 થી 8 મહિનાથી આ શખ્સો દારૂ પીને ખેલ કરતા હોવાનો સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો. સોસાયટીમાં અવાર નવાર દારૂ પીવા આવતા સોસાયટીની મહિલા આકરા પાણીએ આવી ગઈ હતી. પાર્ટી કરતા શખ્સોને મકાનમાં પૂરી ઘર બહારથી મહિલાઓ એ તાળું મારી દીધું હતું. તો કેટલાક પુરુષો ત્યાંથી ભાગી ગયા હતા. મહિલાઓએ તાત્કાલિક પોલીસ બોલાવી હતી. પોલીસે મકાનમાંથી દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પુરુષોએ દારૂની મહેફિલમાં દારૂ પીને છાટકા કરતા સ્થાનિક મહિલાઓ ગુસ્સે થઈ હતી. એક સ્થાનિક મહિલાએ આક્ષેપ કર્યો કે, આ મતાન કશ્યપભાઈ ઠાકોરનું છે. તેમના પત્ની અવસાન પામ્યાં છે ત્યારથી તેણે દારૂડિયાઓને ભેગા કરીને દારૂની પાર્ટી કરવાનું શરૂ કર્યું છે. પુરુષો કાળા ઝભલામાં દારૂની બોટલો લઈને આવે છે. રાતે 2 વાગ્યા સુધી મોટા અવાજ લાઉડ સ્પીકર વગાડે છે. પુરુષો એવા હોય છે કે, તેઓના દારૂના નશામાં કપડા પહેરવાનું પણ ભાન રહેતુ નથી. અનેકવાર અમારી સાથે અપશબ્દો બોલે છે. અમે ત્રાસી ગયા છીએ.
[[{"fid":"416589","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"rajkot_raid_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"rajkot_raid_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"rajkot_raid_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"rajkot_raid_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"rajkot_raid_zee.jpg","title":"rajkot_raid_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
તો અન્ય એક મહિલાએ કહ્યું કે, કાકા જેટલી બોટલો છે તે કાઢો. બોટલો કાઢો નહીંતર લાકડી દેવા માંડીશ. હથિયારો પણ કાઢો હાલો. બધું બતાવજો ઘરમાં હોય એ બધું, નહીંતર પોલીસની સામે જ મારીશું.
આમ, ગુસ્સે થયેલી મહિલાઓને જોઈને પોલીસે તેઓને કાયદો હાથમાં લેતા અટકાવ્યા હતા. જેના બાદ પોલીસે દારૂડિયાઓને કસ્ટડીમા લીધા હતા. આમ, દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ પીવા પર લગામ ન મૂકાતા આખરે મહિલાઓ રણચંડી બનીને દારૂની મહેફિલ પર ત્રાટકી હતી.