રાજકોટવાસીઓ સાવધાન! ઓમિક્રોનના ખતરા વચ્ચે ઘરે ઘરે માંદગીના ખાટલા જેવી સ્થિતિ, મેયરના વોર્ડમાં ધડાકો
રાજકોટમાં પાલિકા અને તંત્રના વાંકે ઘરે ઘરે માંદગીના ખાટલા જેવી સ્થિતિ થઈ છે. ખુદ મેયરના વોર્ડમાં જ દૂષિત પાણી આવવાના કારણે 43 લોકો બિમાર પડ્યા છે. શહેરના વોર્ડ નંબર 12માં ઝાડા-ઉલટીના વધુ 13 કેસ સામે આવ્યા છે, અને આ લોકો દૂષિત પાણી પીવાથી બીમાર પડ્યા છે.
ઝી ન્યૂઝ/ બ્યુરો: રાજકોટમાં પાલિકા અને તંત્રના વાંકે ઘરે ઘરે માંદગીના ખાટલા જેવી સ્થિતિ થઈ છે. ખુદ મેયરના વોર્ડમાં જ દૂષિત પાણી આવવાના કારણે 43 લોકો બિમાર પડ્યા છે. શહેરના વોર્ડ નંબર 12માં ઝાડા-ઉલટીના વધુ 13 કેસ સામે આવ્યા છે, અને આ લોકો દૂષિત પાણી પીવાથી બીમાર પડ્યા છે. ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું અને લોકો રોગચાળાની ઝપેટમાં આવી ગયા. આ પહેલીવાર નથી. બે દિવસ પહેલા જ 30 લોકો રોગચાળાની ઝપેટમાં આવ્યા હતા.
ચોંકાવનારી વાત તો એ છે કે, આ મેયરનો વોર્ડ છે. બે દિવસ પહેલા જ્યારે 30 કેસ સામે આવ્યા ત્યારે પણ ZEE 24 કલાકે મેયરને સવાલ કરી રહ્યું છે અને ત્યારે બે દિવસ પહેલા જ નગરપતિએ ZEE 24 કલાકને કહ્યું હતું કે, દૂષિત પાણીની ફરિયાદ પર તરત જ કામ કરવામાં આવશે. પરંતુ આજે નોંધાયેલા નવા કેસ એ વાતનો પુરાવો છે કે, કોઈ જ કામ નથી થયું. હવે અહીં સવાલ એ છે કે, ઢોલ નગારા વગાડીને ટેક્સની ઉઘરાણી કરી પાલિકા, લોકોને વળતર આપવામાં ઢીલી કેમ પડે છે? પાલિકાના શાસકોએ એ વાત સમજવી જોઈએ તે જનતા તેમને બીમાર પડવા માટે ટેક્સ નથી આપતી. એમાં પણ પાણી તો પાયાની જરૂરિયાત છે..જો પાણી જ ચોખ્ખું નહીં મળે તો રાજકોટ સ્વસ્થ કેવી રીતે રહેશે?
સુરતમાં આ જગ્યાએ મસાજ પાર્લરમાં બંધ રૂમે મહિલાઓ ગ્રાહકોને કરાવે છે મજા, હાઇપ્રોફાઇલ કૂટણખાનાનો પર્દાફાશ
શહેરમાં આ વર્ષે ચિકનગુનિયા, ડેન્ગ્યુના કેસમાં વધારો
વિશ્વભરને કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ભણકારા વાગી રહ્યા છે. જ્યારે, બીજીબાજુ ચિકન ગુનિયા–ડેન્ગ્યુની સાઇકલનો પ્રભાવ વધ્યો છે. વાતાવરણ સહિત અનેકવિધ કારણો સાથે વાઇરલનો પ્રભાવ બદલાતો રહે છે. આ વર્ષે કોરોના કહેર નહિંવત રહેતા ઘેર–ઘેર ચિકનગુનિયા–ડેન્ગ્યુ વ્યાપ્યો છે. કોરોનાકાળમાં મોટાભાગના માનવોની પ્રતિકાર શક્તિ ઘટી હતી. જે સાથે રાતે ઠંડી–દિવસે ગરમીના બેવડા માર સાથે માવઠાએ ત્રેવડી ઋતુ સર્જતા મચ્છરોનો ઉપદ્રવ ખુબજ વધતા ચિકનગુનિયાના–ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા બેસુમાર વધી છે. રોગમાં સપડાયેલા દર્દીઓના શરીરમાં રક્ત એસિડીક થવા સાથે શરીરના સાંધા(જોઇન્ટ્સ)માં સખત દુઃખાવો થાય છે. જે સાથે શરીર જકડાઇ જવાની સમસ્યા પણ વધુ વકરે છે. તદુપરાંત સખત તાવ સાથે માથાના દુઃખાવાની ફરિયાદ સામાન્ય બની છે.
વડોદરા સામુહિક દુષ્કર્મ કેસમાં હવે થશે ધડાકો! અહીંથી પોલીસને ચોંકાવનારી માહિતી મળવાની સંભાવના
અત્રે નોંધનીય છે કે, ગામડાના રહીશો સખત મહેનત કરતા હોવા સાથે પ્રદુષણ મુક્ત કુદરતી વાતાવરણ સાથે શુધ્ધ સાત્વિક, પૌષ્ટિક ખોરાક આરોગતા હોઇ તેઓની રોગ પ્રતિકારક શક્તિ વધુ રહે છે. હાલમાં ચિકનગુનિયા–ડેન્ગ્યુની ચોક્કસ દવા નથી. જેથી દર્દીઓની પેઇનકિલર–સ્ટીરોઇડ સહિત રોગના ચિન્હો પ્રમાણે સારવાર કરવામાં આવે છે. ચિકનગુનિયા – ડેન્ગ્યુમાં જડીબુટ્ટીમાંથી બનાવેલા કાઢા રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સામાન્યત જેઠી મધ, તજ, જીરૂ, આદુ, વેજિટેબલનો ગરમા–ગરમ સૂપ, મખાણા, ગિલોય–તુલસી, કડુ–કરિયાતું, અશ્વગંધા સહિત આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ 60 ટકા વધ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube