રાજકોટ: લીફ્ટમાં યોગા ટીચર સાથે બીભત્સ ચેનચાળા કરી માર માર્યો, કુસ્તીબાજની છેડતીનો VIDEO વાયરલ
રાજકોટમાં લિફ્ટમાં યોગા ટીચર સાથે અશ્લીલ હરકત કરી તમાચા ઝીંક્યા, પકડાતા અનેક મહિલાઓની છેડતી કર્યાની કબૂલાત, ગોલ્ડ મેડાલિસ્ટ કુસ્તીબાજની છેડતીનો VIDEO વાયરલ
દિવ્યેશ જોષી/રાજકોટ: શહેરમાં અક્ષરમાર્ગ પર યોગા ટીચરની છેડતી કરનાર કૌશલ રમેશભાઇ પીપળિયા (ઉ.24)ને માલવીયાનગર પોલીસે ઝડપી લીધો છે. જેની પૂછપરછમાં તેણે 15 થી 20 જેટલી મહિલાઓ સાથે છેડતી કર્યાનું કબુલ્યું છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દેવપરા શેરી નં.02 પાસે આવેલ ગોલ્ડ એપાર્ટમેન્ટ બ્લોક નં.201માં રહેતો આરોપી કૌશલ પીપળીયા હાલ એફ.વાય.બી કોમ જે.જે.કુડલીયા કોલેજ રાજકોટ ખાતે અભ્યાસ કરે છે. તે ફ્રી સ્ટાઇલ કુસ્તી રમે છે અને આ કુસ્તીમાં રાજય કક્ષાએ સુરત ખાતે ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. તે પરિણીત છે અને બે ભાઇઓ મોટો, તેના પિતા રમેશભાઇ મોહનભાઇ પીપળીયા માર્કેટીંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે “શ્રી હરી" એન્ટર પ્રાઇઝથી ચલાવે છે.
આમીન માર્ગ ઉપર રહેતા એક બહેન નોકરી માટે જઈ રહ્યા હતા. ત્યારે લિફ્ટ પાસે ઉભેલ આરોપી કૌશલે તે મહિલા સાથે બિભત્સ ચેનચાળા કર્યા હતા અને બાદમાં માર માર્યો હતો. આ આરોપીએ રાજકોટ શહેરમાં અમીન માર્ગ તથા કોટેચા ચોક વિસ્તાર તથા યુનિવર્સીટી રોડ તથા રાજકોટના પોશ વિસ્તારમાં વહેલી સવારમાં નિકળતી મહિલા તથા છોકરીઓ સામે બીભીત્સ ચેનચાળા કરતો હતો. આ રીતે રાજકોટ શહેરમાં 15થી 20 જગ્યાએ આવું નીચ કૃત્ય કર્યું છે.
આજે વહેલી સવારે ચાલીને જતી છોકરીઓ તથા મહિલાઓને ચાલુ ગાડીએ બેઠકના ભાગે થાપલી મારી ગાડી લઇ ભાગી જવાની આદત પણ ધરાવે છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચાર અલગ અલગ ટીમો બનાવી હતી. આરોપીએ અગાઉ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ગુનો આચરેલ છે. તેમજ આજીડેમ વિસ્તારમાં આર્મ્સ એકટના ગુના હેઠળ ઝડપાયેલ છે.
છેડતીની ફરિયાદ દાખલ કરવા આવેલ બહેનને ધન્યવાદ આપવો જોઈએ. ઘણી બહેનો બદનામીના ડરના લીધે ગુનો દાખલ કરવા માટે નથી જતા, ત્યારે આવો બનાવો ક્યારેય પણ બને તો મહિલા હોય ચિંતા કર્યા વિના નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચી જવું જોઈએ.