ગૌરવ દવે/રાજકોટ :અમદાવાદ ખાતે યોજાયેલા શૂટિંગમાં રાજકોટના રાજવી પરિવારના યુવરાજ જયદીપસિંહજી જાડેજાએ ગોલ્ડ અને સિલ્વર ચંદ્રક મેડલ જીત્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેરના અમદાવાદ મિલેટરી અને રાયફલ કલબ ખાતે 58 મી ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ 2022 યોજાઈ હતી. શૂટિંગમાં યુવરાજ રાજકોટ જયદીપસિંહજી જાડેજાએ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં 25 મીટર સેંટર ફાયર પિસ્તોલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં 300 માંથી 277 પોઇન્ટ મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. જ્યારે 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ ચેમ્પિયનશિપમાં 300 માંથી 261 પોઇન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યા હતા. 


આ પણ વાંચો : દીકરીની બલી ચઢાવી, પિતાએ વળગાડ દૂર કરવા 14 વર્ષની દીકરી પર ત્રાસ ગુજારી મારી નાંખી


રાજકોટના પૂર્વ ઠાકોર સાહેબ અને તત્કાલીન નાણામંત્રી સ્વ મનોહરસિંહજી જાડેજા ક્રિકેટ ક્ષેત્રે તેમજ રાજકુમારી મૃદુલાકુમારી માંધાતાસિંહજી જાડેજા રણજીત ટ્રોફી મહિલા ક્રિકેટ ટીમનું સુકાન સંભાળેલું હતું. મોરના ઈંડા ચિતરવા ન પડે તેમ રાજકોટના રાજવી પરિવારના યુવરાજ જયદીપસિંહ જાડેજાએ શૂટિંગમાં કૌશલ્ય બતાવી ઉકતીને સાર્થક કરી છે. કોચ પરમરાજસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ જયદીપસિંહજીએ આ કૌવત બતાવ્યું છે.


આ પણ વાંચો : ગુજરાતમાં ફરી પેપરલીકકાંડ : સૌરાષ્ટ્ર યુનિ.માં BBA-B.com ની પરીક્ષાના પેપર ફૂટ્યા


રાજકોટના યુવરાજે આ સફળતાને લઈને સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશભરના રાજવી પરિવારો અને રાજકોટના વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ મોભીઓ દ્વારા રાજકોટનું નામ રોશન કર્યું તેની શુભેચ્છા પાઠવી હતી. સુવર્ણચંદ્રક પ્રાપ્ત થતા તેઓ આ મહિને જ કેરલના તિરુવનથાપુરમ યોજનારી ૩૧મી અખિલ ભારતિય જીવી માવલંકર વેસ્ટ ઝોન સ્પર્ધા માટે પણ ક્વોલિફાઈ થયા છે અને તેઓ અખિલ ભારતીય શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેશે.