નવી દિલ્હીઃ બીસીસીઆઈ દ્વારા ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીના પ્રથમ મેચ માટે રાજકોટમાં પોતાના પિચ ક્યૂરેટર મોકલવાના નિર્ણય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ દિગ્ગજ અધિકારી નિરંજન શાહને ગમ્યો નથી. પરંતુ તેને પ્રક્રિયાનું ધોરણ માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ સાથે લગભગ ચાર દાયકા સુધી જોડાયેલા શાહે કહ્યું કે, સ્થાનિક ક્યૂરેટર સારી પિચ તૈયાર કરવા સક્ષમ છે. શાહ લોઢા સમિતિની ભલામણોને કારણે ક્રિકેટ એસોસિએશનમાં કોઈ સત્તાવાર પદ પર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહનું નિવેદન તે સમયે આવ્યું છે, જ્યારે બીસીસીઆઈના ક્યૂરેટર દલજીત સિંહ અને વિશ્વજીત પડયારે રાજકોટના મેદાનનો પ્રભાર લઈ લીધો છે. શાહે કહ્યું, સ્થાનિક ક્યૂરેટર સ્વતંત્ર રૂપથી પોતાનું કામ કરી શકે છે પરંતુ હવે બીસીસીઆઈના ક્યૂરેટર અહીં છે અને પિચ સાથે જોડાયેલો નિર્ણય તે કરશે. એસસીએના મેદાનકર્મીઓ ત્યાં તેમની મદદ માટે હશે કારણ કે તેને સ્થાનિક સ્થિતિ વિશે વધુ જાણકારી હોય છે. મને આશા છે કે તેમની સલાહને પણ માનવામાં આવશે. 


એક વરિષ્ઠ ક્યૂરેટરે કહ્યું કે, આ વિવાદ તેની સમજથી દૂર છે. તેમણે કહ્યું, મને નથી ખ્યાલ કે એસસીએને શું સમસ્યા છે, પરંતુ બીસીસીઆઈના ક્યૂરેટર સ્થાનિક મેદાનકર્મીઓની મદદ કરે છે અને પિચ નિર્ણાયની દેખરેખ તેની યોગ્ય પ્રક્રિયા છે. આમ હંમેશા થાય છે, રણજી મેચ દરમિયાન પણ. તેથી મને સમજાતું નથી કે ખરેખર શું મુદ્દો છે. 


જાણવા મળ્યું છે કે, નવેમ્બરમાં યોજાનારા ઓસ્ટ્રેલિયાના પ્રવાસને જોતા ભારતીય ટીમ મેનેજમેન્ટે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેચ રાજકોટ (4 થી 8 ઓક્ટોબર) અને હૈદરાબાદ (12 થી 16 ઓક્ટોબર)માં યોજાનારી ટેસ્ટ મેચમાં ઉછાળ પિચોની માંગ કરી છે. વેસ્ટ ઈન્ડિઝ ભારતનો પ્રવાસ 11 નવેમ્બરે સમાપ્ત થશે અને ઓસ્ટ્રેલિયામાં ભારતને 21 નવેમ્બરે પ્રથમ ટી-20 મેચ રમવાની છે. 


બંન્ને મેચો વચ્ચે માત્ર 10 દિવસનો સમય છે. કોચ રવિ શાસ્ત્રીએ ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ કહ્યું હતું કે માત્ર 10 દિવસના સમયમાં ટીમને તૈયાર કરવી મુશ્કેલ હશે. રાજકોટના મેદાન પર આ બીજી ટેસ્ટ મેચ રમાશે. બે વર્ષ પહેલા અહીં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમે મેચ રમી હતી, જે ડ્રો રહી હતી.