નવી દિલ્હીઃ ખરાબ કોલેસ્ટ્રોલ આપણા આરોગ્ય માટે ખુબ જ જોખમી છે. પહેલા આ સમસ્યા આધેડ વયના વ્યક્તિઓમાં જોવા મળતું હતું. જેમાં હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય રોગનો સામનો કરવો પડે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલાક યુવાનો પણ હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક અને હાઈ બીપીનો શિકાર બની રહ્યા છે. તેથી તમારે પણ સમય રહેતા LDL વધવાના લક્ષણોને ઓળખી લેવા જોઈએ. તને નજર અંદાજ કરવા ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યારે કયા છે હાઈ કોલેટ્રોલના લક્ષણો?.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે હાઈ કોલેસ્ટ્રોલના સામાન્ય લક્ષણો?
કેટલાક સામાન્ય લક્ષણો જેનાથી વ્યક્તિના શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર હાઈ છે કે નહીં તે જાણી શકાય છે.  વ્યક્તિને ઉબકા, નિષ્ક્રિયતા, થાક, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, હાઈ બ્લડ પ્રેશર અથવા એન્જેના વગેરે જેવા લક્ષણો જોવા મળે તો તરત જ ડૉક્ટર્સનો સંપર્ક કરવો જોઈએ. ઉચ્ચ કોલેસ્ટ્રોલની સૌથી મોટી વાત એ છે કે પ્રારંભિક તબક્કામાં તેના કોઈ લક્ષણો નથી. એટલા માટે સામાન્ય રીતે વ્યક્તિને હાઈ કોલેસ્ટ્રોલની સ્થિતિ વિશે ખૂબ જ મોડું ખબર પડે છે.


બેચેની રહેવી અને પરસેવો વળવો
ઉનાળાની ઋતુમાં પરસેવો થવો એ સામાન્ય વાત છે, પરંતુ જો સામાન્ય રૂમ ટેમ્પરેચર કે પથી શિયાળાની ઋતુમાં પણ તમારા કપાળે પરસેવો થતો હોય તો સમજી લેવું કે તે મોટા જોખમની નિશાની છે. વાસ્તવમાં, કોલેસ્ટ્રોલ વધવાને કારણે, લોહીની યોગ્ય માત્રા હૃદય સુધી પહોંચતી નથી, જેના કારણે બિનજરૂરી પરસેવો અને બેચેની શરૂ થાય છે.


આ પણ વાંચો- Liver Disease Symptoms: લીવરમાં લોચાના આ છે સૌથી મોટા સંકેત! તમે પણ જરૂર કરજો ચેક


આંખોની આસપાસ પીળા કુંડાળા 
જ્યારે કોલેસ્ટ્રોલ ખૂબ વધી જાય છે, ત્યારે આંખોની આસપાસની ચામડી પીળી થઈ જાય છે અથવા તેના પર પીળા રંગના દાણા નીકળે છે. આ લોહીમાં વધુ પડતી ચરબીના વધારાને કારણે થાય છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.


સીડી ચડતા શ્વાસ લેવામાં તકલીફ
25થી 30 વર્ષની વયના લોકોને કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરવામાં બહુ તકલીફ ન પડવી જોઈએ. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ સીડીઓ ચઢી શક્તા નથી, જ્યારે તેઓ ચઢે છે ત્યારે તેમના શ્વાસ ફૂલવા લાગે છે અને હૃદયના ધબકારા ખૂબ જ ઝડપી થઈ જાય છે. આ ઉચ્ચ કોલેસ્ટ્રોલના પ્રારંભિક ચેતવણીનો સંકેત હોઈ શકે છે.


આ પણ વાંચોઃ પથારીમાં પણ હાથ-પગ બરફની જેમ ઠંડા પડે છે તો અપનાવો આ ટ્રિક, જરાપણ ઠંડી નહિ લાગે


કોલેસ્ટ્રોલ કેટલું હોવું જોઈએ?, ક્યારે એલિવેટેડ ગણવું?
જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિર્ધારિત સ્તર કરતાં વધી જાય છે ત્યારે તે માનવ શરીર માટે જોખમી બની જાય છે અને ઘણી સમસ્યાઓનું કારણ બને છે. આપને જણાવી દઈએ કે 200 મિલિગ્રામ પ્રતિ ડેસિલિટર કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે સામાન્ય શ્રેણીમાં ગણવામાં આવે છે. માણસ માટે સારું કોલેસ્ટ્રોલ અથવા HDL કોલેસ્ટ્રોલ લેવલ 40 હોવું જોઈએ. તેથી સ્ત્રીઓ માટે તે 50 હોવું જોઈએ. ઉપરાંત, ખરાબ કોલેસ્ટ્રોલ અથવા એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર 100ની નીચે હોવું જોઈએ. તે જ સમયે, સામાન્ય સંજોગોમાં, ટ્રાઇગ્લિસરાઈડ્સ 149 mg/dL કરતા ઓછા હોવા જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube