રાજકોટ : સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીને ઓક્સિજનની માંગ વધી છે. હોસ્પિટલની સાથે સાથે હોમ આઇસોલેટ દર્દી પણ ઓક્સિજન પર સારવાર લઇ રહ્યા છે. ત્યારે હોમ આઇસોલેટ દર્દીને ઓક્સિજન સારવાર માટે ફ્લોમીટરની માંગ વધી છે. ત્યારે ફ્લોમીટરની માંગ ધ્યાનમાં રાખી શહેરોમાં અછત અને કાળાબજારી થઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આવા કપરા કાળમાં ફરી એકવાર એક રાજકોટીયને દેશી જુગાડ શોધી કાઢ્યો છે. ફ્લોમીટરને એક કારખાનેદારે દેશી જુગાડ શોધી કાઢ્યો છે. કપરા કાળમાં કારખાને દારે ઘરે બેઠા કઇ રીતે ફ્લોમીટર બનાવી શકાય તેવો વીડિયો પણ બનાવ્યો છે. રાજકોટનાં લોઠડા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં કારખાનું ધરાવતા ત્રિભુવનભાઇ દ્વારા ઓક્સિજન ફ્લોમીટર બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ફ્લોમીટર તેમના દ્વારા ન નફો કે ન નુકસાન પડતર કિંમતે તેઓ આ મશીન આપી રહ્યા છે. 


કારખાનેદારે જણાવ્યું કે, છેલ્લા 10 દિવસમાં તેમના દ્વારા 500 જેટલા ફ્લોમીટર તૈયાર કરાયા છે. 550થી 600 રૂપિયાની નજીવી કિંમતે વેચાણ કરવામાં આવી રહ્યું ચે. જ્યારે બજાર કિંમત 2000થી 3000 છે. આજે પણ તેમને દર્દીને આપવામાં આવતા ઓક્સિજન માટેના માસ્ક સરળતાથી મળી રહ્યા છે. તેમાં માલની અછતના કારણે ભાવ વધારા અને કાળાબજારી જોવા મળી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube