ગૌરવ દવે/રાજકોટ:  મોટી મોટી ફાઇવ સ્ટાર હોટલોથી માંડી નાની હોટલોમાં ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. તેવામાં હવે રાજકોટની હોટલ ઇમ્પિરિયલ પેલેસ ફરી વિવાદમાં આવી છે. મફીન્સમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલના મેનેજર જોડે માથાકૂટ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં, ગ્રાહકે મફીન્સ પોતાની ભત્રીજીને ખવડાવતા તે બિમાર પડી હતી. જે બાદ ગ્રાહકે મફિન્સ બાબતે હોટલના બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર પાસે રજૂઆત કરતા ગિન્નાઇ ગયા હતા. ત્યારબાદ મેનેજર રાહુલ રાઉનું ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. હાલ સોશિયલ મીડિયામાં આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. 


આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, રાજકોટની ઇમ્પિરિયલ પેલેસ હોટ્લમાં ફરી એક વિવાદ ઉભો થયો છે. અહીં એક ગ્રાહકે મફીન્સમાંથી જીવાત નીકળી હોવાની ફરિયાદ કરી છે. ગ્રાહકે મફીન્સ પોતાની ભત્રીજીને ખવડાવતા તે બીમાર પડી હતી. આ બાબતે ગ્રાહકે હોટલના મેનેજરને રજૂઆત કરી હતી, જેણા કારણે મેનેજર રાહુલ રાઉ ગ્રાહક જોડે રીતસરના બાખડી પડ્યા અને ઉદ્ધતાઇ ભર્યુ વર્તન કર્યુ હતું. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તમે સાંભળી શકાય છે કે મેનેજર ગ્રાહકના આરોપોને ફગાવી દે છે. તે કહે છે કે આ અમારુ નથી. ગ્રાહક કહી રહ્યો છે કે કાર્ડ પેમેન્ટ કર્યુ છે, બિલ છે તેમ છતાં મેનેજર માનવા તૈયાર નથી.


મફીન્સમાંથી જીવાત નીકળતા ગ્રાહકે આવડી મોટી હોટલના મેનેજરને ફરિયાદ કરી હતી. પરંતુ અહીં ઉલ્ટાનું ગ્રાહકનું સાંભળવાને બદલે તેની સાથે ખરાબ વર્તન કર્યું. ત્યારે અહીં લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. શું આ રીતે જ આવી મોંઘીદાટ હોટલોમાં જીવાત વાળુ ભોજન પીરસાતુ હશે? શું ગ્રાહકોના આરોગ્ય સાથે આમ જ ચેડા થતા હશે? હોટલમાં પીરસાતુ ભોજન શુદ્ધ અને ગુણવત્તા યુક્ત છે તેની શું ખાતરી? આવા તમામ સવાલોના જવાબ કોણ આપશે. હાલ તો આ ઘટના સંદર્ભે રાજકોટ મનપા દ્વારા આવી હોટલો સામે કડક કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહ્યું.


ઉલ્લેખનીય છે કે, રાજકોટની હોટલ ઈમ્પિરિયસ પેલેસ અગાઉ પણ અશ્લિીલ ડાન્સનો વીડિયો સામે આવતા વિવાદમાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube