દિવ્યેશ જોશી/રાજકોટ: શહેરના ભિલવાસ વિસ્તાર ચોક પાસે આવેલ ભારત બેકરી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ગત 19 ઓગસ્ટના રોજ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા જુદી જુદી ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા બ્રેડ ખાદ્યચીજ વસ્તુઓના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી ટોસ્ટનો નમુનો પરીક્ષણમાં ફેઇલ થયો હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે નહીં સચવાય! રખડતા ઢોરને પકડીને ખેડૂતોને મફતમાં આપી દેવાશે, પકડાયા તો ભૂલી જજો


ટોસ્ટના નમુનામાં સ્વીટનેસ ઉમેરવા માટે સેકરીનનો ઉપયોગ થતો હોવાનું તેમજ સિન્થેટિક કલરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. સેકરીન અને સિન્થેટિક કલરના મિશ્રણ યુક્ત જેને ખાવાથી આંતરડા ચામડી તેમજ પેટને લગતા રોગ થઈ શકે તેમ છે. તેમજ વધુ પડતો આ પ્રકારનો ખોરાક ખાવાથી આંતરડા તેમજ મૂત્રાશયનું કેન્સર પણ થઈ શકે તેમ છે. 


10 પાસ માટે ગોલ્ડન ચાન્સ: હવે ડ્રોનના જમાનામાં બનાવો કારકિર્દી, શરૂ થશે 9 નવા કોર્ષ


હાલ લેબોરેટરીમાંથી ટોસ્ટનો રિપોર્ટ આવી ચૂક્યો છે પરંતુ કેક તેમજ બ્રાઉન બ્રેડના રિપોર્ટ આવવાના બાકી છે. ત્યારે હાલ ટોસ્ટ મામલે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અધિક કલેક્ટરની કોર્ટમાં એજ્યુકેશનની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા છેલ્લા છ મહિનામાં 159 જેટલા જુદી જુદી ખાદ્ય ચીજોના નમુના જુદા જુદા વેપારીઓને ત્યાંથી લેવામાં આવ્યા છે. ત્યારે ૧૫૯ પૈકી સાત નમૂનાઓ ફેઈલ થયા છે જ્યારે કે 65 નમૂનાઓ પાસ થયા છે જ્યારે કે 87 નમૂનાઓ નો રિપોર્ટ આવવાનો બાકી છે. 


ગુજરાતના માછીમારો આનંદો! હવે મત્સ્ય ઉત્પાદન અને મત્સ્યોદ્યોગને મળશે રોકેટગતિનો વેગ


તો બીજી તરફ હજુ પણ ભારત બેકરી દ્વારા કેટલીક બેકરી આઈટમ કઈ કઈ ચીજ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે જેમાં ક્યાંય પણ મેન્યુફેક્ચરિંગ ડેટ તેમજ એક્સપાયરી ડેટ કઈ છે તે સહિતની વિગતો લખવામાં આવી રહી નથી.