ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ પણ ચૂંટણીમેદમાં જોવા મળી રહ્યા છે. સાથે લોકો પણ હવે પોતાના પ્રશ્નોને લઈને એક બાદ એક મેદાનમાં આવી રહ્યા છે. રાજકોટની હાઈ પ્રોફાઈલ વિધાનસભા 69 બેઠકના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર સોસાયટીના અંદાજિત 5000 લોકોએ વિરોધ કર્યો હતો. સૂચિત સોસાયટીને રેગ્યુલાઇસ કરવાની સ્થાનિકોએ છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે. વિધાનસભા 69નો મત વિસ્તાર રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મત વિસ્તાર છે. યુનિવર્સિટી રોડ પર આવેલી ઋષિકેશ સોસાયટી, માધવ પાર્ક, ન્યુ યોગી નગર અને પેરેમાઇન્ટ સોસાયટીના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં બહેનો ભેગા થયા હતા. 


લોકોએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષથી અલગ અલગ વિભાગમાં રજૂઆતો કરી છે, અનેક વખત અમારા ધારાસભ્ય વિજય રૂપાણી સહિતના અગ્રણીઓને પણ રજૂઆત કરી છે તો જિલ્લા કલેકટરને પણ અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ ચાર સોસાયટી રેગ્યુલર થાય તે માટેના કોઈ પ્રયાસો કરવામાં આવતા નથી.


જોકે આ મામલે વોર્ડન.9 ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં સૂચિત સોસાયટી કાયદેસર થાય તે માટે હું ગાંધીનગર સુધી રજૂઆત કરીશ. જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરીશ જે કંઈ અટકતું હશે તે અટકશે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube