સત્યમ હંસોરા/રાજકોટ : 22 દિવસથી ગાયબ યુવકને માર મારવાના કેસમાં રાજકોટના ડો.શ્યામ રાજાણીનું નામ ખૂલ્યું છે. ત્યારે આ કેસમાં સંડોવાયેલા તબીબનો વિવાદીત ઇતિહાસ પણ ખૂલ્યો છે. કહેવાય છે કે, મયુરે જ ડોક્ટરના આડા સંબંધો વિશે ડોકટરની પત્નીને જાણ કરી હતી. જેને કારણે તેમના સંબંધો વણસ્યા હતા. તો બીજી તરફ, ડો. શ્યામ રાજાણી અગાઉ પણ સોનોગ્રાફીના કેસમાં ઝપટે ચઢ્યા હતા. આ વિશે તેની પત્ની કરિશ્મા ગાંધીએ પણ કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 દિવસથી ગુમ યુવકને માર મારતો વીડિયો વાઈરલ, રાજકોટના તબીબનું નામ ખૂલ્યું 


રાજકોટમાં યુવાનને માર મારતો વીડિયો વાઇરલ થયો હતો. જે મામલે પોલીસે ડો.શ્યામ રાજાણીની અટકાયત કરી પૂછપરછ કરી છે. ઘણાં વર્ષો પહેલાં રાજકોટ મહાનગરપાલિકાની હેલ્થ ટીમ દ્વારા હોસ્પિટલમાં ગેરકાયદે સોનોગ્રાફી કરતા ઝડપાયા હતાં અને હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન પણ સીલ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તબીબના વિદેશી યુવતીઓ સાથેના ફોટો પણ વાઇરલ થયા છે. 


LRD પરીક્ષા પહેલા અરવલ્લીમાં બની 2 મહત્વની ઘટના, ઉમેદવારોને બસમાં લઈ જઈ રહ્યો હતો નશેડી ડ્રાઈવર


હોસ્પિટલના જ યુવાનને માર મારીને ડો. શ્યામ રાજાણી ફરીથી વિવાદમાં સપડાયા છે. આ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. હાલ તો, આ ડો.શ્યામ રાજાણીનો જૂનો વિવાદ પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાતો આ યુવાન રાજકોટની લાઇફ કેર હોસ્પિટલમાં કામ કરતો મયૂર મોરી હોવાનું સામે આવ્યું છે. ગીરસોમનાથાના પ્રાસલાનો મયુર મોરી છેલ્લા 22 દિવસથી ગુમ થયો છે. વાઇરલ થયેલા આ વીડિયોમાં યુવાન તબીબને કરગરી રહ્યો છે અને વિનંતી કરી રહ્યો છે તેને ના મારો..તેણે કોઈને કંઈ પણ નથી કહ્યું. આ સમગ્ર ઘટના સામે આવી ત્યારે તબીબે પોતાનો બચાવ કર્યો હતો. અને વીડિયો બે મહિના પહેલાનો હોવાનો તથાં યુવતીઓની છેડતી સહિતના વિવિધ ગુનામાં સામેલ હતો. તેથી તેને સમજાવવા માટે માર માર્યો હોવાનું નિવેદન આપ્યું હતું.


ડોલરિયો ડાયરો : ગીતા રબારીની આસપાસ થઈ ગયો ડોલર-રૂપિયાનો મસમોટો ઢગલો


વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, મયુર મોરીના કારણે તબીબ અને તેની પત્નીના સંબંધો બગડ્યા હતા અને પોતાના ડાયવોર્સ માટે તે મયુરને જવાબદાર માનતો હતો. એવી પણ માહિતી મળી છે કે, મયુરે તબીબના અનૈતિક સંબંધોની માહિતી તેની પત્ની કરિશ્મા સુધી પહોંચાડી હતી. અને તે વાત વણસતા બંનેના ડિવોર્સ ફાઈલ થયાં છે. મહત્વનું છે કે, મયુર મોરી છેલ્લા પાંચ વર્ષથી ડો. શ્યામ રાજાણી સાથે હોસ્પિટલમાં કામ કરતો હતો. ડો. શ્યામ રાજાણી અગાઉ પણ વિવાદમાં સપડાઈ ચૂક્યા છે.